GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં બાયોવેસ્ટ ફેંકનાર ડોક્ટરને દંડ ફટકાર્યો 

MORBI:મોરબીમાં બાયોવેસ્ટ ફેંકનાર ડોક્ટરને દંડ ફટકાર્યો

 

મોરબી શહેરમાં વધતા કલીનીક અને હોસ્પિટલની સાથે બાયો મેડીકલ વેસ્ટનો આડેધડ નિકાલ એક મોટી સમસ્યા બની છે સામાકાંઠે બાયો વેસ્ટનો જોખમી નિકાલ કરવામાં આવ્યો હોય જેના અખબારી અહેવાલો બાદ પાલિકા તંત્ર જાગ્યું હતું અને ડોક્ટરને રૂપિયા ૫૦૦૦ દંડ ફટકારવામાં આવ્યો છે સાથે જીપીસીબીએ નોટીસ ફટકારી છે

સામાકાંઠા વિસ્તારમાં સર્વિસ રોડ પર નાળા પાસે બપોરના સમયે કોઈ બાયો મેડીકલ વેસ્ટ કોઈ ફેંકી ગયાની માહિતી મળી હતી જેના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા હતા જેથી પાલિકા તંત્ર દોડતું થયું હતું અને બાયો વેસ્ટનો નિયમો વિરુદ્ધ નિકાલ કરનાર ડોક્ટર આશિષ ત્રિવેદીને નગરપાલિકા દ્વારા રૂ. ૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ જીપીસીબીએ નોટીસ ફટકારી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

જોકે બાયોવેસ્ટનો આડેધડ નિકાલ થતો હોવાની છાશવારે ફરિયાદ જોવા મળતી હોય છે અને તંત્ર એકલદોકલ કામગીરી કરી સંતોષ માની લે છે ત્યારે તંત્ર નાગરિકો અને અબોલ જીવના આરોગ્ય સાથે ચેડા કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની રહી છે

Back to top button
error: Content is protected !!