GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વ્યાજખોરોના ત્રાસ :ભાજપ આગેવાન અમૃતસિંહ જાડેજાનો આપઘાત : બે શખ્સોની ધરપકડ

 

MORBI:મોરબીમાં વ્યાજખોરોના ત્રાસ :ભાજપ આગેવાન અમૃતસિંહ જાડેજાનો આપઘાત: બે શખ્સોની ધરપકડ

 

મોરબીમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને માનસિક ત્રાસથી કંટાળીને મોરબીમાં વધુ એક યુવકે પોતાનું આયુષ્ય ટૂંકાવ્યું છે. મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને ભાજપના જિલ્લા યુવા મોરચાના મીડિયા સેલના સહ-ઇન્ચાર્જ અમૃતસિંહ ઉર્ફે ઓમદેવસિંહ દાનુભા જાડેજાએ રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસે મૃતકના પત્નીની ફરિયાદના આધારે બે વ્યાજખોરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચા-નાસ્તાની હોટલમાં ખોટ જતાં વ્યાજે રૂપિયા લીધા હતા – મૃતક અમૃતસિંહના પત્ની ઇલાબા જાડેજા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તેમના પતિએ આરોપીઓ સાથે ભાગીદારીમાં હળવદના ચરાડવા ગામે ચા-નાસ્તાની હોટલ શરૂ કરી હતી. ધંધો બરાબર ન ચાલતા અમૃતસિંહે આરોપી યુવરાજ ઉર્ફે લાલાભાઈ પાસેથી રૂ. 3.25 લાખ વ્યાજે લીધા હતા. અમૃતસિંહ સમયસર વ્યાજ ચૂકવતા હોવા છતાં, આરોપીઓએ તેમની પાસેથી જીજે-36-એઆર-8000 નંબરની બલેનો કાર બળજબરીથી પડાવી લીધી હતી અને ‘પૈસા આપો તો જ કાર પાછી મળશે’ તેમ કહી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા હતા.

પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી, સુસાઇડ નોટ જપ્ત – આ અંગે ડીવાયએસપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે:મહેશ ઉર્ફે મયુરસિંહ દિલીપભાઈ ચૌહાણ (રહે. ચરાડવા) લાલો ઉર્ફે યુવરાજ ગોપાલ ખવાસ (રહે. કોંઢ, તા. ધ્રાંગધ્રા) પોલીસે આરોપીઓ પાસેથી કબ્જે કરેલી સામગ્રી: બળજબરીથી પડાવી લેવાયેલી બલેનો કાર – 2 મોબાઈલ ફોન મૃતકે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ બી ડિવિઝન પોલીસે સુસાઈડ નોટ આધારે ગુનાના તમામ પાસાઓ પર વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!