HALOLPANCHMAHAL

પાવાગઢ-એસટી વિભાગની શેખી બધી સુવિધા છે પણ પરિસ્થીતી અલગ,માંચી ખાતે યાત્રાળુ માટે સૂવિધાનો અભાવ, યાત્રાળુઓને ચકકર આવાના બનાવો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૮.૧૦.૨૦૨૪

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે હાલમાં ચાલી રહેલ આસો નવરાત્રિ દરમિયાન ડુંગર પર આવવા જવા માટે યાત્રાળુઓ ને એસટી સિવાય કોઈ વિકલ્પ નથી. ત્યારે એસટી દ્વારા ડુંગર પર આવેલ માચી ખાતે યાત્રાળુઓ માટે મંડપમાં પંખા તેમજ પાણીની સુવિધા ના અભાવના કારણે અસહ્ય ગરમીથી લાઈનમાં ઊભા રહેલ વૃદ્ધ યાત્રાળુઓ તેમજ મહિલા યાત્રાળુઓને ગભરામણ તેમજ ચક્કર આવવાથી પડી જવાના બનાવો બની રહ્યા છે.જેમાં છેલ્લા બે દિવસમાં આ રીતે પડી ગયેલ ત્રણ જેટલા યાત્રાળુઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ચાલી રહેલ આસો નવરાત્રી દરમિયાન શક્તિપીઠ પાવાગઢ ખાતે પ્રતિદિન લાખોની સંખ્યામાં યાત્રાળુ માતાજીના દર્શનાર્થે આવતા હોય છે.ત્યારે જિલ્લા સમાહર્તા ના ખાનગી વાહનો ડુંગર પર લઈ જવાના પ્રતિબંધના પગલે યાત્રાળુઓને પોતાના વાહનો તળેટીમાં પાર્ક કરી એસટી બસમાં ડુંગર પર જવું પડે છે.જ્યારે જાણવા મળતી માહિતી મુજબ યાત્રાળુઓના ધસારા સામે એસટી બસોની સંખ્યા પર્યાપ્ત ન હોવાનું જાણવા મળે છે.સાથે સાથે એસટી દ્વારા સામાન્ય દિવસોમાં યાત્રાળુઓ પાસે તળેટીથી માચી સુધી ૧૦/- રૂપિયા ટિકિટના લેવામાં આવે છે.જોકે નવરાત્રિના સમયગાળામાં એસટી દ્વારા આજ રૂટ પર આટલા જ કિલોમીટર માટે આ સમયગાળાને ફેર (મેળા) તરીકે ગણી યાત્રાળુઓ પાસેથી આ સમયગાળામાં ૨૦/- રૂપિયા એટલે કે ડબલ ભાડું વસૂલવામાં આવતું હોવાનું જાણવા મળે છે. અહીંયા પ્રશ્ન એવો થાય છે કે મેળાના નામે એસટી દ્વારા લાખો રૂપિયાની કમાણી કરવામાં આવતી હોય છે.પરંતુ યાત્રાળુઓને જે પ્રાથમિક સુવિધા મંડપમાં પંખા તેમજ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ યાત્રાઓને મળતી ન હોવાનું યાત્રાળુઓમાં ચર્ચાઇ પણ રહ્યું છે.હાલમાં વરસાદ બંધ થયા બાદ નવરાત્રી દરમિયાન ભર બપોરે ઉનાળા જેવી ગરમી નો સામનો યાત્રાળુ કરી રહ્યા છે. ત્યારે લાખો રૂપિયા કમાતુ એસટી તંત્ર દ્વારા સુવિધા ના અભાવે ઓછી એસટી બસો થી યાત્રાળુઓને વધુ સમય બસની પ્રતીક્ષા કરવા લાઈનોમાં ઉભું રહેવું પડતું હોય ગરમી ના કારણે છેલ્લા બે દિવસમાં ચક્કર આવવાને ગભરામણ થઈ પડી જવા ના કારણે ત્રણ વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી છે. એસટી તંત્ર દ્વારા યાત્રાળુઓની પ્રાથમિક સુવિધાઓ પંખા તેમજ પાણી ની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે તેવી યાત્રાળુઓમાં માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!