KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના વેજલપુર આનંદ મેડીકલમાંથી પ્રતિબંધિત ઉંદર પકડવાના ગ્લુ બોર્ડ ઝડપાયા, વેપારી સામે ગુનો દાખલ

 

તારીખ ૦૪/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

 

કાલોલ તાલુકાના વેજલપુર ટાઉન વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વેજલપુર મેઈન બજારમાં આવેલા ‘આનંદ મેડીકલ એન્ડ જનરલ સ્ટોર્સ’ માં મેડીકલ દવાઓની આડમાં ગેરકાયદેસર અને પ્રતિબંધિત ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપ (ગ્લુ બોર્ડ) નું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વેપારી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જી. કે. વહુનિયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે ધર્મેશ્વર મહાદેવ રોડ પર આવેલી આનંદ મેડીકલ એન્ડ જનરલ સ્ટોર્સમાં પ્રતિબંધિત ગ્લુ ટ્રેપ વેચાઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થાનિક પંચોને સાથે રાખીને મેડીકલ સ્ટોર પર દરોડો પાડ્યો હતો. દુકાનના માલિક સંદિપકુમાર સતિષકુમાર શેઠ (ઉં.વ. ૫૭) ની હાજરીમાં સ્ટોરેજ રેકની તપાસ કરતા ત્યાંથી ઉંદર પકડવાના ગેરકાયદેસર ગ્લુ બોર્ડ મળી આવ્યા હતા જ્યાં પોલીસે પંચોની રૂબરૂમાં દુકાનમાંથી TRUBBLE GUM ગ્લુ બોર્ડ: નંગ-૫ (કુલ કિંમત રૂ. ૩૦૦/-),ASOOR MOUSE & RAT ગ્લુ ટ્રેપ: નંગ-૨ (કુલ કિંમત રૂ. ૧૨૦/-)કુલ મુદ્દામાલ: ૭ નંગ ગ્લુ બોર્ડ, જેની કુલ કિંમત રૂ. ૪૨૦/- ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના પત્ર અન્વયે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પંચમહાલ-ગોધરાની કચેરી દ્વારા ૨૦ મે ૨૦૨૬ ના રોજ ગ્લુ ટ્રેપના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આરોપી સંદિપકુમાર શેઠે આ જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હોવાનું જણાતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

 

Back to top button
error: Content is protected !!