MORBI:રાજસ્થાન રાજ્યના ડુંગરપુર ચોરી વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ આરોપીને મકનસરથી ઝડપાયો

MORBI: રાજસ્થાન રાજ્યના ડુંગરપુર ચોરી વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ આરોપીને મકનસરથી ઝડપાયો
રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોલીસ મથકમાં નોંધાયેલ પોસ્ટેના ચોરી/વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતા ફરતા આરોપી પુત્ર બાદ આરોપી પિતાને પણ મોરબી તાલુકાના મકનસર ગામેથી ઝડપી લેતી મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ, હાલ આરોપી વિરુદ્ધ આગળની ધોરણસર કાર્યવાહી અર્થે તેને તાલુકા પોલીસ મથકે સોંપી આપવામાં આવ્યો છે.
મોરબી એલસીબી/ પેરોલ સ્ક્વોડ ટીમ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કાર્યરત હોય તે દરમિયાન પ્રોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જીલ્લાના બીછીવાડા પોલીસ મથકમાં આઇ.પી.સી.ની છેતરપિંડી, ચોરીની કલમ હેઠળ નોંધાયેલ ગુનામાં છેલ્લા ૧૦ માસથી નાસતો ફરતો આરોપી હમીદભાઇ લતીફભાઇ રહે. ગ્રીનચોક મેમણ શેરી મોરબીવાળો હાલ મોરબી-વાંકાનેર રોડ મકનસર ગામ પાસે ઉભેલ હોય તેવી ચોકકસ હકિકત મળતા તુરંત બાતમી મુજબના સ્થળે તપાસ કરતા આરોપી હમીદભાઇ લતીફભાઇ રહે. મોરબી ગ્રીન ચોક વિસ્તારમાં મેમણ શેરીવાળાને ઝડપી લઈ હસ્તગત કરી આગળની કાર્યવાહી સબબ મોરબી તાલુકા પોલીસ મથકમાં સોંપી આપેલ છે.










