GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના ઠીકરીયાળા ગામે ગરબી ચોકની વચ્ચેથી વારંવાર બાઈક લઈને નીકળતા ‌ત્રણ ઇસમોને ટપોરતા આયોજક-સભ્યને છરી બતાવીને માર માર્યો

WANKANER:વાંકાનેરના ઠીકરીયાળા ગામે ગરબી ચોકની વચ્ચેથી વારંવાર બાઈક લઈને નીકળતા ‌ત્રણ ઇસમોને ટપોરતા આયોજક-સભ્યને છરી બતાવી ઢીકાપાટુનો માર માર્યો

 

 

વાંકાનેરના ઠીકરીયાળા ગામે ગરબી-ચોકની વચ્ચેથી બાઇક લઈને વારંવાર નીકળી સીન સપાટા કરતા ત્રણ અસામાજિક તત્વોને ગરબી આયોજક સભ્ય દ્વારા આ રીતે ન કરવાનું કહેતા ઉશ્કેરાયેલ ત્રણેય રોમિયોગીરી કરતા લુખ્ખા તત્વોએ આયોજક-સભ્યને છરી બતાવી ઢીકા પાટુનો બેફામ માર મારવામાં આવ્યો હતો.

વાંકાનેર તાલુકાબ ઠીકરીયાળા ગામે રહેતા અશ્વિનભાઈ ગેલાભાઈ માંડાણી ઉવ.૨૫ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી હર્ષદભાઈ રાજાભાઈ નાકીયા રહે ઠીકરીયાળા ગામ તથા રાજકોટના કુવાડવા ગામ રહેતા આરોપી દેવ ડાભી તેમજ અન્ય અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી કે ગઈ તા.૦૮/૧૦ના રોજ ઠીકરીયાળા ગામે રામજી મંદિર ચોક ખાતેની ગરબીમાં રમતી બાળાઓની છેડતી તથા સીન સપાટા કરવાની મેલી મુરાદને અનુસંધાને આરોપી હર્ષદ અને તેના મિત્રો હીરો સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૧૩-બીઈ-૬૨૪૮ બાઇકમાં ત્રિપલ સવારી ગરબી ચોકની વચ્ચેથી વારંવાર નીકળતા હોય જેથી ગરબી આયોજક સભ્ય તરીકે અશ્વિનભાઈએ ત્રણેય આરોપીઓને આમ રાસ લેતી બાળાઓ પાસેથી બાઇક લઈને નીકળવાની ના પાડતા ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા જે પૈકી રાજકોટના કુવાડવાનો આરોપી દેવ ડાભીએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી ત્રણેય આરોપી દ્વારા અશ્વિનભાઈ સાથે ઝઘડો કરી બેફામ ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા, તે દરમિયાન ગરબીના અન્ય આયોજક સભ્યો તથા ગામલોકો આવી જતા ત્રણેય લુખ્ખાઓ ત્યાંથી નાસી ગયા હતા, ત્યારે છરી બતાવી શરીરે મૂંઢ ઇજાઓ કરી નાસી ગયેલ ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા હાલ વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓને પકડી લેવા કવાયત હાથ ધરી છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!