BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

શુક્લતીર્થ ગામના ખુલ્લા ખેતરમાં પોલીસનો દરોડો, સવા ત્રણ લાખનો દારૂ સાથે એક ઝડપાયો, એક વોન્ટેડ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શુકલર્તીથ ગામની સીમમાંથી નબીપુર પોલીસે માહિતીના આધારે ખુલ્લા ખેતરમાંથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારુની નાની મોટી બોટલો નંગ 1224 ની કુલ કીમત કિ.રૂ.3.27 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.પોલીસે સ્થળ પરથી એક આરોપીને ઝડપી પાડી અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ શહેર જિલ્લામાં દારૂ અને જુગારની અસમાજીક પ્રવૃતિઓ સંદતર બંધ રહે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદેશ્યથી કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.જેના અનુસંધાને નબીપુર પોલીસ મથકના પીઆઈ એમ.કે.પરમારે તેમના વિસ્તારમાં પ્રોહીબિશનની ડ્રાઈવમાં હતા તે સમયે પીઆઈ એમ.કે.પરમારને માહિતી મળી હતી.કે,શુકલર્તીથ ગામે રહેતા કાર્તીકકુમાર સુરેશભાઇ પટેલે પોતાના ખેતરમાં ખુલ્લામાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. માહિતીના આધારે પોલીસે તે સ્થળ પર રેઇડ કરતાં ત્યાં સંતાડી રાખેલી અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 1224 ની કુલ કીમત કિ.રૂ.3,27,300 નો મુદામાલ સાથે આરોપી કાર્તીકકુમાર પટેલને પણ ઝડપી પાડયો હતો.જ્યારે વડોદરાના પરેશ કાંતીભાઇ ને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!