GUJARATJUNAGADHKESHOD

કેશોદ ખાતે મંગલધામ સોસાયટીના કોળી સમાજ ના રહીશો દ્વારા નવરાત્રિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

કેશોદ ખાતે મંગલધામ સોસાયટીના કોળી સમાજ ના રહીશો દ્વારા નવરાત્રિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

જૂનાગઢ જીલ્લા ના કેશોદ ખાતે મંગલધામ સોસાયટીના કોળી સમાજના રહીશો દ્વારા આ વર્ષે ખૂબ જ સરસ મજાનું નવરાત્રી રાસોસ્તવ નું ભવ્ય આયોજન કરેલ જેમાં કેશોદ તાલુકા તથા  શહેર ના કોળી સમાજના આગેવાનો,વેપારી ભાઈઓ ઉપસ્થિત રહેલ અને સોસાયટીના તેમજ આજુબાજુ વિસ્તારના દાંડિયા પ્રેમી ખેલૈયા દ્વારા સરસ મજાના વેલડ્રેસ સાથે દાંડિયા રમવા પધારતા હોઈ છે જેમાં દરરોજ નાના બાળકો સિનિયર જુનિયર લેડીઝ તથા જેન્સ ને રમત ને આધીન નંબર અને પુરશકાર આપવામાં આવે છે અને માતાજીના સાતમા નોરતે આયોજકો દ્વારા સમાજના લોકો ને એક આહવાન કરવામા આવેલ કે કોળી સમાજનો ભાતીગળ પહેરવેશ અને કોળી સમાજની ઓળખ એવો પહેરવેશ ની સાથે પધારવાનું આમંત્રણ આપેલ ત્યારે ગામે ગામથી કોળી સમાજ ના લોકો પોતાની ઓળખ એવા પહેરવેશ સાથે પધારેલ અને આ નવરાત્રિ ને ચાર ચાંદ લગાડી દીધેલ હતા જેમાં આ આ વાતાવરણ જોઈને લોકો સ્તબ્ધ થયેલ કે જાણે પોતે પોતાની પ્રાચીન સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છે અને જાણે ગરબા ના ગ્રાઉન્ડ માં પ્રાચીન ગરબી નું સ્વરૂપ જોવા મળી રહ્યું હતું અને તમામ સમાજના લોકો નો આયોજકો દ્વારા આભાર માનવામાં આવેલ હતો આ તકે કેશોદ તેમજ કેશોદ તાલુકા ના અતિથિઓ ઉપસ્થિત રહેલા હતા અને ડોક્ટરો ,વેપારીઓ ,આગેવાનો ,ગ્રામ્ય સમાજના પ્રમુખો નોકરિયાત વર્ગ પણ ઉપસ્થિત રહેલ હતા અને આગામી દિવસો માં તમામ વિજેતા બનેલા ખેલૈયાઓ અગિયારસ ના તા.13-10-2024 રવિવાર ના દિવસે મેગા ફાઇનલ રમશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવેલ હતું અને તેમાંથી જે કોઈ વિજેતા બનશે એમને દાતાઓ તરફથી  ઇનામો અને રોકડ પુરુષકાર આપવામાં આવશે આ નવરાત્રી રાસોસ્તવ કરવાનો એક જ મુખ્ય લક્ષય કે મંગલધામ સોસાયટીમાં 170 થી વધુ પરિવારો વસવાટ કરતા હોય અને કાયમી ધોરણે પ્રસંગો આવતા હોય તો સોસાયટી દ્વારા એક આ વિસ્તારમાં કોળી સમાજ બને અને લોકો ને ઉપયોગી બને તે હેતુથી આ નવરાત્રી નું આયોજન કરેલ હતું લોકો દ્વારા આ આયોજન ને ખૂબ જ સારો આવકાર મળેલ હતો અને દાતાઓ તરફથી ખુબજ સારો પ્રતિસાદ મળેલ હતો

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!