SABARKANTHA

સાબરકાંઠા અરવલ્લી સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વન ભ્રમણ કાર્યક્રમને સફળતા પૂર્વક પાર

અહેવાલ:- પ્રતિક ભોઈ

સ્કાઉટ એટલે ખોજ જાસુસ હસ્ત નિર્મિત સર્જનાત્મક વસ્તુઓનું આદિવાસી આશ્રમ શાળામાં સ્કાઉટ ગાઈડ કબ, બુલબુલ બાળકોના મૂલ્યોનું પ્રતિબિંબ
આજનો માનવી પોતાને સહેજ પણ મુશ્કેલી ન પડે તે માટે અવનવી ખોજ કરી પોતાની જીવન શૈલીને સરળ અને સુખદાયી બનાવવા સતત મથતો રહે છે. જીવનની વિકટ પરિસ્થિતિ અને પ્રતિકૂળ સંજોગોમાં માનવી તેનો માર્ગ કેવી રીતે કાઢવો તે સ્કાઉટ શીખવે છે. સ્કાઉટ એટલે ખોજ , જાસૂસ.
સાબરકાંઠા અરવલ્લી સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વન ભ્રમણ કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવા માટે ડૉ. ગોવિંદસિંહ મીનામા આદિવાસી આશ્રમ શાળા ,નવા ભેટાલી, તા. ભિલોડા ના કબ, બુલબુલ સ્કાઉટ અને ગાઈડ બાળકોની પૂર્વ તૈયારીની નોંધ લેવી અચૂક બની રહે છે. પ્રત્યેક સ્કાઉટ, ગાઈડ બાળપણ થી જ પ્રકૃતિ પ્રેમી, અને આસપાસના પર્યાવરણમાં પ્રાપ્ત સlમગ્રીનો ઉપયોગ કરી વિવિધ ગેઝેટ્સ બનાવી પોતાની જરૂરિયાતને સંતોષે છે. આશ્રમ શાળાના બાળકોએ પર્યાવરણમાં પ્રાપ્ત વાંસનો ઉપયોગ કરી વિવિધ ફ્લેગ્સ તૈયાર કર્યા હતાં. વાંસ દ્વારા આસપાસના વિસ્તારને વાડરૂપે ઓછા ખર્ચે તૈયાર કર્યું હતું.સેવા સાથે સ્વાસ્થ્ય જોડાયેલું છે ત્યારે આ કબ, બુલબુલ સ્કાઉટર બાળકો દ્વારા સમગ્ર પરિસરને સ્વચ્છ અને સુંદર બનાવી સ્કાઉટ દ્વારા વિવિધ જીવનલક્ષી અને મૂલ્યલક્ષી ગુણોની ખીલવણી કરવામાં આવે છે તેને ઉજાગર કર્યું હતું.
પ્રકૃતિના તત્વ સમાન માટીની ગારથી લીપણ કરી સરસ મહુડાના ઝાડ ના થડની ફરતે ઓટલાનું નિર્માણ કાર્ય કરી આદિવાસી સંસ્કૃતિના રસોઈના સાધનો જેવાકે લાકડાનો ચમચો, લાકડાની પરાત, માટીના વાસણો, વાંસના કપની ગોઠવણી તેમની કુશળતાને બિરદાવતું હતું અને આવકાર આપતો ઉજાસ આખી આશ્રમશાળા ને જગમગાવતો હતો.
આજનો માનવી શિક્ષણ તો મેળવે જ છે પરંતુ મૂલ્યલક્ષી શિક્ષણ અને જીવન ઘડતર, ચારિત્ર્ય નિર્માણ, સેવા, ફરજ અને કર્તવ્યથી વિમુખ થતો હોય તેવા સમયે સ્કાઉટ ની આ પ્રવૃત્તિ સાચા અર્થમાં શ્રેષ્ઠ નાગરિક તૈયાર કરવાનું કાર્ય છે.
આદરણીય ચીફ કમિશનર શ્રી અતુલ દીક્ષિત સાહેબે આ સમગ્ર કાર્યની નોંધ લઇ બાળકોની સેવાને બિરદાવ્યા હતાં. આદિવાસી આશ્રમ શાળાના આચાર્યશ્રી કૈલાસબેન બરંડા, શિક્ષક દક્ષાબેન પાંડવ અને રેન્જર કમિશનર સોનલબેન ડામોરના નેતૃત્વમાં પૂર્વ તૈયારીનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમના રસોયા શ્રી નારણભાઈ એ સરસ ગામઠી ભોજન બનાવીને ઉત્તમ સેવા કાર્ય કર્યું હતું.

Back to top button
error: Content is protected !!