BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

શનિવારે દશેરાના દિવસે જ 82 કાર અને 205 બાઇકનું વેચાણ

સમીર પટેલ, ભરૂચ

પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ ભલે વધી રહયાં હોય પણ તેની સામે લોકોની વાહનોની જરૂરીયાત પણ વધી રહી છે. વાહનોની ખરીદી માટે ઉત્તમ ગણાતા નવરાત્રીના પર્વ દરમિયાન ભરૂચ જિલ્લામાં 2,468 જેટલા વાહનોનું વેચાણ થયું છે જેમાંથી 321 તો માત્ર શનિવારે દશેરાના દિવસે જ વેચાયાં હતાં. શનિવારે ભરૂચવાસીઓએ 82 કાર અને 205 નવી બાઇકની ખરીદી કરી હતી. નવરાત્રી- દશેરા દરમિયાન વાહનોની ખરીદી માં તેજી જોવા મળી હતી. જેમાં 12 દિવસમાં જ 2,468 વાહનોનું વેચાણ થયું હતું. જેમાં સૌથી વધુ ટુ-વ્હીલરના 1,568 નંગ અને કારના 578 નંગનું વેચાણ થયું હતું. ફક્ત દશેરાના દિવસે 321 વાહનોનું વેચાણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે નવરાત્રી દરમિયાન 1,815 વાહનનું વેચાણ થયું હતું. જેના પ્રમાણમાં આ વર્ષે અંદાજે 653 વાહન નું વેચાણ વધ્યું છે.
નર્મદા જિલ્લામાં 631 વાહનોનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ ટૂ-વ્હીલર 515ની ખરીદી કરવામાં આવી હતી. કાર તેમજ ટુ-વ્હીલરના શોરૂમના સંચાલકોને જણાવ્યુ હતું કે, તહેવારોમાં સૌથી વધુ વાહનોનું વેચાણ થતું હોય છે. જેમાં નવરાત્રીમાં 25 ટકાથી વધુ વાહનોનું વેચાણ થાય છે.
મોટાભાગે નવરાત્રિમાં દશેરાના દિવસે લોકો વાહનોની ખરીદી કરવાનું પસંદ કરે છે. જેથી મોટા ભાગના લોકો એક મહિના અગાઉ વાહનનું બુકિંગ કરાવી દેતા હોય છે. જેથી ગ્રાહકને વાહન તેમને દશેરાના દિવસે મળી શકે તેવું આયોજન કરવામાં આવે છે. આમ દર વર્ષે નવરાત્રી દરમિયાન વાહનોના વેચાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે નવરાત્રી દરમિયાન 1,815 જેલા વાહન નું વેચાણ થયું હતું. ત્યારે આ વર્ષે 2,468 વાહનોનું વેચાણ થતાં ગત વર્ષ કરતાં 653 વાહનોનું વેચાણ વધુ છે. વાહન 2024 એક દિવસમાં ટુ-વ્હીલર 1,568 205 ફોર વ્હીલર 578 82 અન્ય 322 34 કુલ 2,468 321
નવા નિયમો લાગુ થતાં વાહન નંબર પ્લેટ સાથે આપવામાં આવતા હોવાથી વાહન ખરીદનારને ફરી નંબર પ્લેટ લગાવવા માટે જવું પડતું નથી. જેથી નવા વાહનો ખરીદવા માટે અગાઉથી બુકિંગ કરાવવું પડે છે. ત્યારે દશેરાના દિવસે વાહન મેળવવા માટે એક મહિના અગાઉથી લોકોએ બુકિંગ કરાવ્યું હતું. જેથી ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોને દશેરાના દિવશે નવું વાહન સમયસર મળી રહ્યું હતું. પહેલાના જુના નિયમ લાગુ હતા ત્યારે તાત્કાલિક વાહન આપીદેવામાં આવતા હતા. ગામડાના લોકોએ શુક્રવારે નવા વાહન ખરીદ્યા એક કાર શોરૂમ સંચાલકે જણાવ્યું હતું કે, નવરાત્રી માં દશેરાના દિવસે લોકો નવા વાહન પોતાના ઘરે લઇ જવાનું પસંદ કરે છે. પરંતુ આ વર્ષે દશેરો શનિવારે આવતો હોવાના કારણે મોટા ભાગના લોકોએ જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ શુક્રવારે જ વાહન ખરીદી કરી લઈ ગયા હોવાનું જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!