AHAVADANGGUJARAT

નવસારીની જી.આઇ.ડી.સી. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં હાઇ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ તથા સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનની પહેલ હેઠળ, જી.આઇ.ડી.સી. ડિગ્રી એન્જિનિયરિંગ કૉલેજ ના કોમ્પ્યુટર ઈજનેરી વિભાગ દ્વારા હાઇ પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ (એચ.પી.સી) વિષય પર જાગૃતિ સેમીનાર યોજાયો હતો . જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો . સેમિનારના મુખ્ય વક્તા ડૉ. અમી તુષારકાંત ચોક્સી દ્વારા હાઇ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચર, એપ્લિકેશન્સ તથા પેરેલલ કમ્પ્યુટિંગની આવશ્યકતાઓ સહિત એચ.પી.સીમાં તાજેતરમાં થયેલા સંશોધનો અને પ્રગતિઓ જેમ કે એક્ઝાસ્કેલ કમ્પ્યુટિંગ સિસ્ટમ્સનો વિકાસ, પ્રતિ સેકન્ડે ક્વિન્ટિલિયન ગણતરીઓ કરી ક્વોન્ટમ કમ્પ્યુટીંગમાં નવીનતાઓ વિશે અને તેમાં પ્રોસેસિંગ ઝડપને સક્ષમ કરી સમસ્યાઓનો હલ કઈ રીતે કરી શકાય તેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી . આ સાથે કોલેજમાં સાયબર સુરક્ષા જાગૃતિ અભિયાન હેઠળ જલાલપોર પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી. ડી. ડી. લાડુમોર તથા તેમની ટીમ દ્વારા સાયબર ધમકીઓ, સંસ્થાકીય ડેટા, એથિકલ હેકિંગ, ઈન્ટરનેટ સુરક્ષા, સુરક્ષિત બ્રાઉઝિંગ, સાયબર જોખમોથઈ સુરક્ષિત થવા માટે વિધાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા તથા સાયબર સુરક્ષામાં સ્ટાર્ટઅપ કેવી રીતે કરવું તેના વિષે સમજ આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!