
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકની અધ્યક્ષતામાં મેઘરજ તાલુકાના પહાડીયા ગામે રાત્રી સભા યોજાઈ
અરવલ્લી જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં મેઘરજ તાલુકાના પહાડીયા ગામે રાત્રી સભા યોજાઈ હતી. જેમાં, જિલ્લા કલેકટરએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓની જાણકારી મેળવી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે હકારાત્મક કામગીરી કરી સમસ્યાઓના નિવારણ કરવા સૂચનો આપ્યા. વધુમાં, કલેકટર દ્વારા યોજનાકીય લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા તેમજ સરકાર તરફથી મળતી સહાયનો લાભ લેવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ.અને વધુમાં સરકારની અનેક યોજનાકિય માહિતી આપવામાં આવી અને ખાસ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો.ગામના લોકોએ પણ પોતાના ગામના પ્રશ્નો વહીવટી તંત્ર સમક્ષ જણાવ્યા હતા.આ પ્રસંગે પોલીસ વિભાગ,સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





