AHAVADANG

આહવા તાલુકાના ધુડા ગામનો બ્રિજ વધુ ૬૦ દિવસ માટે ભારે વાહનો માટે બંધ કરાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધવલીદોડ-ધુડા-પિપલાઈદેવી રોડ ઉપર આવેલ ધુડા ગામનો બ્રિજ જર્જરીત હાલતમાં હોવાથી ૧ વર્ષ માટે ભારે વાહનો માટે બંધ કરવાના મળેલા અભિપ્રાય અનુસાર, આ બ્રિજ વધુ ૬૦ દિવસ માટે બંધ કરાયો છે.

ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની સ્ટેબિલિટી ચેક કરતા, બ્રિજ ક્રિટીકલ કન્ડીશનમા જણાતા આ બ્રિજ નાના વાહનો માટે ચાલુ રાખવા, અને ૧૦ ટનથી વધુના ભારે વાહનો માટે બંધ રાખવા જિલ્લા કલેક્ટર કચેરીને દરખાસ્ત મળી હતી. જેમાં પોલીસ અધિક્ષકની કચેરી આહવા દ્વારા હકારાત્મક અભિપ્રાય આપવામાં આવેલ છે.

ભારે વાહનો માટે બંધ કરાયેલ આ બ્રિજને કારણે ધુડા-હિંદળા થઈ પિપલાઈદેવી રોડનો (કુલ ૫.૫૦ કિ.મી) વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા વાહન ચાલકોને જણાવાયુ છે.

આ બાબતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા – ૨૦૨૩ ની કલમ- ૧૬૩ મુજબ ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌધરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.

આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૨૨૩ મુજબ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ અધિકારીઓ દ્વારા દંડ અને સજા કરવામા આવશે.

આ જાહેરનામુ તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ સુધી અમલી રહેશે.

Back to top button
error: Content is protected !!