BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વરમાંથી બુટલેગરો ઝડપાયા, ગેરેજમાં ચાલતા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ; બે બુટલેગરની ધરપકડ

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર ઓ.એન.જી.સી.વર્કશોપ સામે માનસી હોન્ડા શો રૂમની બાજુમાં આવેલા ગેરેજમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર સહિત બે આરોપીની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર ઓ.એન.જી.સી.વર્કશોપ સામે માનસી હોન્ડા શો રૂમની બાજુમાં આવેલા ગેરેજની કેબીનમાં કલ્પેશ ઉર્ફે કલ્પો સંજય સોમૈયા વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના 24 નંગ પાઉચ મળી કુલ 2400નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી દિલાવરશા દિવાન અને કલ્પેશ સોમૈયાને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




