DAHODDAHOD CITY / TALUKOGUJARAT
સાળંગપુરધામમાં ગૂંજ્યો ભક્તિનો નાદ: જેસાવાડા(દાહોદ )ની ટીમ દ્વારા ભવ્ય સંગીતમય સુંદરકાંડ પાઠ

તા.૦૧.૦૯.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ

Dahod:સાળંગપુરધામમાં ગૂંજ્યો ભક્તિનો નાદ: જેસાવાડા(દાહોદ)ની ટીમ દ્વારા ભવ્ય સંગીતમય સુંદરકાંડ પાઠ
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામના પવિત્ર અને દિવ્ય પ્રાંગણમાં શ્રી વરદાયક સુંદરકાંડ મંડળ (જેસાવાડા, દાહોદ) દ્વારા આયોજિત સંગીતમય સુંદરકાંડ પાઠનો દિવ્ય અને ભક્તિસભર અવસર સૌ ભક્તજનો માટે અવિસ્મરણીય બની રહ્યો છે.
ભરતભાઈ સોની અને ડૉ. જયરાજ શેરની કુશળ આગેવાની હેઠળ આખી ટીમ દ્વારા પ્રભુ શ્રીરામ જી અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણોમાં ભક્તિભાવથી સમર્પિત આ આયોજને સાળંગપુરધામની શોભા વધારી છે.સુંદરકાંડના આ સંગીતમય પાઠે ઉપસ્થિત હજારો ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભક્તિભાવથી ગવાયેલા દોહરા, ચોપાઈઓ અને સંગીતના સુર-તાલ સાથે ગૂંજતા હનુમાન ચાલીસાના પાઠથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. આ ભવ્ય આયોજન બદલ શ્રી વરદાયક સુંદરકાંડ મંડળના તમામ સભ્યો, ભરતભાઈ સોની, ડૉ. જયરાજ શેર તેમજ જેસાવાડા, દાહોદથી પધારેલી સમગ્ર ટીમ પર કષ્ટભંજન દેવની અસીમ કૃપા હંમેશાં બની રહે અને ભક્તિનો આ અવિરત પ્રવાહ આમ જ વહેતો રહે એવી હાર્દિક શુભકામનાઓ!જય શ્રી કષ્ટભંજન દેવ! જય શ્રી રામ!



