BHARUCHGUJARAT

અંકલેશ્વરમાં બહેનના પાડોશી સાથે સંબંધો હોવાનો શક રાખી ભાઈ માનસિક ત્રાસ આપતો

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર તાલુકાના એક ગામમાંથી પિડીત મહિલાએ 181 હેલ્પ લાઇનમાં કોલ કરી જણાવ્યું કે મારો ભાઈ મને પાડોશી ભાઈ સાથે શક કરે છે અને માનસિક ત્રાસ આપે છે. તેથી 181 અભયમની તાત્કાલીક મદદ માગી હતી જેના આધારે ભરૂચ 181 ટીમ તરત જ સ્થળ પર પહોંચી પીડીતા સાથે વાતચીત કરતા પીડીતાએ જણાવ્યું કે, હું છેલ્લા સાત વર્ષથી મારા પિયરમાં જ રહુ છું. મારા પતિ સાથે છૂટાછેડા થઈ ગયા છે અને ત્યારથી લઇને અત્યાર સુધી પિયરમાં મારા બે ભાઈ, બહેન અને માતા-પિતા સાથે જ રહું છું અને તેઓને ઘરના કામકાજમાં મદદ કરું છું. મારા પિતા સિલાઈ મશીનનું કામ કરે છે. છેલ્લા સાત દિવસથી મારો એક ભાઈ નશો કરી ઘરે આવી મને પાડોશી ભાઈ સાથે સબંધ છે એવું વિચારીને શક કરે છે. પાડોશી એમનાં કપડાં સિલાઈ કરવાં મારા પિતા પાસે આવે છે તો એમની સાથે તારો સબંધ છે તેમ કરી મારા પર શક કરે છે. તેથી મારા ભાઈને સમજાવવા 181 ટીમની મદદ લીધી છે.
181ની ટીમે સ્થળ પર પિડીત મહિલાનું કાઉન્સેલિંગ કર્યું તેમજ તેમના ભાઈને બોલાવ્યા અને ભાઈએ જણાવ્યું કે હું મારી બહેનને એ ભાઈ સાથે દુકાન પર વાતચીત કરતા જોયા ત્યારથી મારી બહેન પર શક કરું છું. તેમજ પાડોશી ભાઈને પણ બોલાવ્યા અને વધુ પૂછપરછ કરી પાડોશીએ જણાવ્યું કે મારો એમની સાથે કોઈ સબંધ નથી. મારા લગ્ન નક્કી થઇ ગયા છે હું તો બસ કપડાં સિલાઈ કરાવવા આવું છું.
સગા ભાઈએ પોતાની બહેન પ્રત્યે આવો શક કરી હેરાન કરી તે બદલ ભાઈએ માફી માગી પોતાની ભૂલની કબૂલાત કરી.181 ટીમે ભાઈને સમજાવ્યો કે બહેનની આવી ખોટી વાતો મનમા ન રાખવી અને બહેનની ઇજજત જાળવવી. આમ 181 ટીમ દ્વારા ભાઈ બહેનના અતુટ પ્રેમને ઉજાગર કરી બંનેને સમજાવી સુખદ સમાધાન કરાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!