GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ટ્રાફિક કી ધમધમતા શનાળા રોડ ઉપર જીઆઇડીસી પાસે સ્પીડ બ્રેકર મુકાયા!

MORBI:મોરબીના ટ્રાફિક કી ધમધમતા શનાળા રોડ ઉપર જીઆઇડીસી પાસે સ્પીડ બ્રેકર મુકાયા!

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)

મોરબી શહેરમાં વસ્તી અને વાહનો વધતા મોરબી શહેર નાં દરેક રોડ ઉપર દિવસ માં વારંવાર ટ્રાફિકજામ થાય છે જ્યારે શનાળા રોડ ઉપર તો વાહન સ્પીડ માં ચાલી શકે નહીં તેવો ટ્રાફિક જામ સર્જાય છે ત્યારે જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ૧૦૦ જેટલી સોસાયટી અને ૧૦૦ થી વધુ એપાર્ટમેન્ટ નાં લોકો ને જીઆઇડીસી પાસે થી શનાળા રોડ પર આવવાનું હોય છે તેમ જ આ વિસ્તારમાં ચાર પાંચ સ્કૂલો અને કોલેજ આવેલી છે દરેક ની અવરજવર આ જીઆઈડીસી નાં રોડ પર થી થાય છે જેથી દિવસ માં ત્રણ ત્રણ વાર તો ટ્રાફિક જામ થાય જ છે આ ઉપરાંત ઘણીવાર ટ્રાફિક સર્જાતો હોય કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા આ જીઆઇડીસી પાસેના ત્રણ રસ્તા પાસે શનાળા રોડ ઉપર સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેવી રજૂઆત છ મહિના પહેલા મોરબી નાં જાગૃત નાગરિક પત્રકાર અને આરટીઆઈ કાર્યકર શ્રીકાંત પટેલ દ્વારા એક અરજી કરવામાં આવી હતી ત્યારે કોઈ સ્કુલ કે કોલેજના લખાણ આપો તો વિચારીએ તેવું મૌખીક માં જણાવ્યું હતું અને સ્કૂલ અને કોલેજ નાં સંચાલકો એ લખાણ કરી આપવા તત્પરતા દર્શાવી હતી. પરંતુ વારંવાર સર્જાતા ટ્રાફિકમાં કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ! તેં સવાલ સાથે એક આરટીઆઈ ની અરજી દાખલ કરવામાં આવી હતી કોઈ પ્રત્યુત્તર નહીં મળતા તેની અપીલ દાખલ કરવામાં આવી હતી તેનો સીધો જ પ્રત્યાઘાત પડયા છે અને રાતોરાત સ્પીડ બ્રેકર મુકાયા છે અહીં થી પસાર થતા લોકો એ આ બાબતે માર્ગ મકાન વિભાગ નેં અભિનંદન પાઠવ્યા છે. પણ ધુમ સ્ટાઇલ માં ફરનારા ઓ ને પેટ માં ચુક ઉપડી છે. કેમકે જીઆઇડીસી પાસે ફરજિયાત બ્રેક મારવી પડે છે. અહીં એ વાત જણાવી દઈએ કે કોઈ જનહિત ની વાત નેં લઇ કોઈ ઝુંબેશ શરૂ કરો અને લગે રહો મુન્નાભાઈ ની જેમ સતત તેની પાછળ લાગી રહો એટલે તેનું પરિણામ મળે છે.

Back to top button
error: Content is protected !!