
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં એક ગામ ખાતે નરાધમે 26 વર્ષીય યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતુ.તેમજ યુવતી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.જે બાદ સમગ્ર મામલો.પોલીસ મથકે પહોંચ્યો હતો.તેમજ આસપાસનાં ગામના લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો.ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં એક ગામમાં રહેતી 26 વર્ષીય યુવતી કુદરતી હાજતે ગઈ હતી.અને કુદરતી હાજત કરી ઘરે આવતી હતી ત્યારે મરચાની વાડી પાસે અચાનક પાછળથી ચંદરભાઈ સોનુભાઇ પવાર (રહે.મોખામાળ તા. સુબીર જી.ડાંગ) એ યુવતીનો એક હાથ પકડી “પૈસા લઈ લે અને આજનો દિવસ તારી સાથે ઉંઘવા દે.” તેમ કહેતો હતો.ત્યારે યુવતીએ ના પાડતા ચંદરભાઈ સોનુભાઇ પવારએ બળજબરી કરી નીચે સુવડાવી યુવતીની લેંગીસ કાઢી નાખી મોટું દબાવી રાખી કાઢી નાખી બળજબરી પુર્વક શરીર સબંધ બાંધ્યો હતો.તે વેળાએ યુવતીએ ચંદરભાઈ સોનુભાઇ પવારને ધક્કો મારી ભાગવાની કોશીશ કરી હતી ત્યારે ચંદરભાઈ સોનુભાઇ પવારએ ધારદાર છરીથી યુવતીના ડાબા હાથના વચ્ચેની આંગળી તથા નાક ઉપર છરી થી ઈજા પહોંચાડી હતી.અને પછી ત્યાંથી નાસી છૂટયો હતો.જે બાદ સમગ્ર મામલો સુબિર પોલીસ મથકે પહોંચ્યો હતો.અને સુબીર પોલીસ મથકનાં પી.એસ.આઈ. એસ.સી ગામીતે આ અંગે નો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




