HALOLPANCHMAHAL

હાલોલ:શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે દિવાળી પર્વને લઈ ભવ્ય અન્નકૂટ યોજાયો

હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર જ્યોત ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશવાસીઓની ઉન્નતિ પ્રગતિ અને સુખ સમૃદ્ધિ તેમજ આરોગ્યમય સુખદાય જીવન માટે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨.૧૧.૨૦૨૪

સમગ્ર દેશ ભરમા નવુ વર્ષ અને દિવાળીના પર્વની ઉજવણી કરાઇ રહી છે.ત્યારે આજે નવુ વર્ષ ઉજવાઈ રહ્યું છે. સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાકૃતિક અને ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા ભારતમાં અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ દિવસે નવું વર્ષ ઉજવવામાં આવે છે. તેમજ ગુજરાતમાં વસતાં વિવિધ સમુદાયોમાં પણ એક કરતાં વધુ નવાં વર્ષ ઊજવાય છે.ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે ભવ્ય અન્નકૂટ યોજાયો હતો.જેમાં હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર જ્યોત ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશવાસીઓની ઉન્નતિ પ્રગતિ અને સુખ સમૃદ્ધિ તેમજ આરોગ્યમય સુખદાય જીવન માટે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મંદિર પરિસર ખાતે આજે શનિવારના રોજ સભા તેમજ મહાઆરતી યોજાઈ હતી.આ પ્રસંગે અન્નકૂટમાં વિવિધ વાનગીઓનો થાળ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો.જેમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અન્નકૂટના દર્શન કરી ભગવાન સામે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.જ્યારે શ્રી સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી સાધુ કેશવ સ્વરૂપદાસજી મહારાજ,સંત શ્રી સાધુ સંત સ્વામી મહારાજ દ્વારા મંદિર ખાતે પૂજા અર્ચના કરી સમગ્ર દેશવાસીઓની સુખાકારી અને આરોગ્ય માટે પ્રાર્થના કરાઈ હતી.જ્યારે મંદિર પરિસર ખાતે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને નવા વર્ષની ઉજવણી કરી હતી.

Back to top button
error: Content is protected !!