GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાના વિરપર ગામે પટેલ બાપા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહનું આયોજન

TANKARA:ટંકારાના વિરપર ગામે પટેલ બાપા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહનું આયોજન

 

 

Oplus_131072

ટંકારા તાલુકાના વિરપર ખાતે પટેલ બાપા (બાવરવા) પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 9-11-2024ને શનિવારથી કથા પ્રારંભ થશે. તથા તારીખ 15-11-2024ને શુક્રવારના રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

 

Oplus_131072

કામધેનુ ગૌશાળા ગ્રાઉન્ડ મુ. વિરપર ખાતે યોજાનાર આ કથામાં વ્યાસપીઠ પર સુપ્રસિદ્ધ કથાકાર કિશોર મહારાજ બિરાજશે. અને દરરોજ રાત્રે 8 થી 11 કલાક દરમ્યાન સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. શ્રી મદ ભાગવત મહાપુરાણ સપ્તાહના ભક્તિ ઉત્સવમાં તારીખ 9-11-2024ને શનિવારના રોજ બપોરે 3 કલાકે પોથી યાત્રા, તા. 10ને રવિવારના રોજ કપિલ જન્મ, તા. 11ને સોમવારના રોજ વામન પ્રાગટ્ય, તા. 12ને મંગળવારના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ, તા. 13ને બુધવારના રોજ ગિરિરાજ અન્નકૂટ, તા. 14ને ગુરુવારના રોજ રુક્મણી વિવાહ તથા તા. 15ને શુક્રવારના રોજ સાંજે 5:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સપ્તાહનો લાભ લેવા સમસ્ત બાવરવા પરિવાર તથા પટેલ બાપા પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!