GMB-VCનો પનો ટુંકો કે શું?-ગેરવહીવટ ગાજ્યો -part-1

બંદર ખાતાના સરકારી બોર્ડમાંથી ખાનગી દસ્તાવેજો લીક થયા તો જાણકારોમાં રાજકુમાર બેનીવાલ સાયબના વહીવટ અંગે ચર્ચા સાથે ઉઠ્યા 
જામનગર (ભરત ભોગાયતા)
ગુજરાત મેરીટાઇમ બોર્ડની વડી કચેરીમાંથી “કશુંક ખૂબ અગત્યનું” ખાનગી ન રહ્યુ અને કોઇકના હિત સાચવવા કે હિતના પર્દાફાશ કરવા જે કંઇ લીક થયુ તે બાબતે બોર્ડના હેડ વાઇસ ચેરમેનની અણ આવડતનો પર્દાફાશ કર્યો છે. સરકારી કોન્ફીડેશીયલ પ્રોસીજર અથવા તો પુટ અપ થયેલા ડોક્યુમેન્ટસ, જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી સરકાર અને અરજદાર વચ્ચેની ગોપનીયતાનો મામલો છે અને વણલખ્યો નિયમ છે કે કચેરીના વડા કે સમગ્ર વિભાગના વડાની વહીવટી કુશળતાની કસોટી આવી બાબતોથી જ થાય છે. જેમાં જી.એમ.બી.વડા એવા વાઇસ ચેરમેન રાજકુમાર બેનીવાલ કચેરી ગોપનીયતા જાળવવામાં નિષ્ફળ ગયા કેમકે કોઇ પ્રકરણ મુવ થયુ મતલબ સરકાર તેમાં હકારાત્મકતાથી નિર્ણય લેવા મા્ગતી હોઇ શકે છે ને? આ તો એક અનુમાન છે પરંતુ જે હોય તે સંવેદનશીલ બાબતો સંભાળતા કર્મચારીઓ ઉપર નિયંત્રણ ન હોય તેથી મોટી નિષ્ફળતા,બેદરકારી,અણઘડતા બીજી શું હોય?તેમ પાટનગરના વહીવટી બાબતોના સમીક્ષકોનું તારણ છે. તેમજ લગત સરકારી વિભાગોમાં ખૂબ જ જાત જાતની ચર્ચા જાગી છે જેનો સાર એકજ છે કે “વડા” નબળા છે માટે “લીકેજ”થયું હજુ જીએમબીના વડા એવા વાઇસ ચેરમેન બેનીવાલ ઇન્ટરનલ ઇન્ક્વાયરીની વાતો કરે છે …!!!!..અરે જે ખોખલુ હતુ, બદ ઇરાદે થયુ હતુ અને ગોપનીયતા જળવાઇ ન હતી તે તો તપાસનીશો જે બહારની ટીમ ગણાય તે આવી ને ઘોર બેદરકારી તેમજ સંડોવણીનો પર્દાફાશ તો કરી ગઇ તમે હવે શેની ઇન્ક્વાયરી કરશો??? તમે વહીવટી વડા તરીકે નિષ્ફળ ગણાવ તો જ તમારા નાક નીચેથી આ થયુ હોઇ હવે તો સરકાર તમારી ઇન્ક્વાયરી કરે તો નવાઇ નહી ….!!!!?? તેમ પણ સચીવાલયમાં ચર્ચાઓ જાગી છે
ઉલ્લેખનીય છે કે GST કૌભાંડ મામલે પત્રકાર મહેશ લાંગા કેસ સંદર્ભે ગુજરાત મેરી ટાઈમ બોર્ડની ઓફિસમાં ગાંધીનગર પોલીસે દરોડો પાડીને ડેટા અને દસ્તાવેજોની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી અને બંદરો અંગેની માહિતી લીક કરવાના કેસમાં ગાંધીનગર પોલીસની 6 ટીમ ત્રાટકીને ડેટા-દસ્તાવેજની તપાસ હાથ ધરી રહી હતી પત્રકાર મહેશ લાંગા સહિતના આરોપીઓની GST કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે આ જ GST કૌભાંડના કેસ તેમજ અન્ય સંવેદનશીલ મુદાઓ સામે આવતા મેરીટાઇમ બોર્ડની ગાંધીનગર ઓફિસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી તેમજ પોલીસ આ તપાસ પુરી ન થાય ત્યાં સુધી કશુ પણ નિવેદન આપે પરંતુ સુત્રો જણાવે છે કે મેરીટાઇમ બોર્ડની કચેરીમાં કાર્યરત કેટલાક અધિકારીઓ કે કર્મચારીઓ લાંગા સહિતના આરોપીઓના સંપર્કમાં હતા. તેમના દ્વારા ખાનગી બંદરોના મહત્વપૂર્ણ ડેટા લીક કરવામાં આવ્યાની શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને ગાંધીનગર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતુ તેમજ અમુક સાહિત્ય ટેકનીકલ ઇનસ્ટ્રુમેન્ટ કબજે કરી અને ચોક્કસ કર્મચારીઓનો પણ કબજો લેવાયો હતો. જેમાં આગળની જે કાર્યવાહી થઇ હોય તે ઘણા પર્દાફાશ કરે તેમ હોઇ તપાસના હિતમાં કશું જ જાહેર કરી શકાય નહી પરંતુ એટલુ ચોક્કસ કે પત્રકાર મહેશ લાંગા કોઇ મોટી કંપનીના પ્રકરણના અનઅધીકૃત રીતે ડોક્યુમેન્ટસ ચોરીને કે ચોરી કરાવીને “કઇક”લાભ મેળવવા તે ચોક્કસ રાજકીય વ્યક્તિને પહોંચાડવાની વરવી ભૂમિકામાં હતો છતા જીએમબીના વડાને કઇ ભનક પણ ન પેઠી….!!! સરકારની પ્રવર્તમાન નિતિ અનુસાર ઔધોગીક એકમોની અનેક પ્રકારની જુદી જુદી મંજુરીઓ,લીઝ,પરવાના,અમુક મુદતો,કેપેસીટી વધ ઘટ,નોટીસ,ખુલાસા માંગવા,કઇ રદ કરવુ ….વગેરે અનેક વિષયને લગતા પ્રકરણો જીએમબીમાં ચાલતા હોય છે તે તમામ બાબતે જો વડા જ બેદરકાર રહે તો હવે તો ચીફ સેક્રેટરી કે ચીફ મીનીસ્ટર બધા જ કામ પડતા મુકી જાતે જીએમબી નો વહીવટ જોવા બેસે તો થાય….!!!એવો ઉચ્ચ અધીકારીઓમાં ગણગણાટ છે કેમકે જીએમબીના વડા એવા બોર્ડના વીસીની નિષ્ફળતા સામે આવી અને ગેર વહીવટ ગાજ્યો છે ત્યારે હજુ ય કેટલાક પ્રકરણો અંગે ગોપનીયતા રહેશે કે નહીં ?? તે સવાલ સહેજે થાય ને?? જો કે આ સંપુર્ણ અહેવાલ ચર્ચા આધારીત છે અને ચર્ચા છે મતલબ કઇક ઘટે છે છતાય સરકાર હવે જાતે આ વડાની કાર્યશૈલીની સમીક્ષા કરે ત્યારે વાસ્તવિકતાનો ખ્યાલ આવી શકે તેમ છે.
_______________
—-regards
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com




