GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ફૂદેડા ના તલાટી મૌલિક દરજી નુ ડેન્ગ્યુ થી મોત તલાટી કમ મંત્રી તરીકે તેઓ ફરજ બજાવતા હતા

વિજાપુર ફૂદેડા ના તલાટી મૌલિક દરજી નુ ડેન્ગ્યુ થી મોત
તલાટી કમ મંત્રી તરીકે તેઓ ફરજ બજાવતા હતા
ડેન્ગ્યુ ના કેસોને લઇ તંત્ર જાગે તે જરૂરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ફૂદેડા ગ્રામપંચાયત મા તલાટી તરીકે તેઓ ફરજ બજાવતા હતા. તેઓ દિવાળી ના તહેવારો દરમ્યાન ઘેર હતા. તે સમયે તેઓ ને તાવ ખાંસી જેવુ જણાઈ આવતા ખાનગી દવાખાને સારવાર લીધી હતી. જ્યાં રીપોર્ટ મા ડેન્ગ્યુના લક્ષણ જણાઈ આવ્યા હતા જોકે ડેન્ગ્યુ ને લઈ હાલમાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. હાલમાં ડેન્ગ્યુ ના કેસોમા લોકો સરકારી દવાખાના કરતા ખાનગી દવાખાને લોકો સારવાર લઈ રહ્યા છે. ડેન્ગ્યુ ના કેસો મા વધારો થાય તે પહેલાં તંત્ર દ્વારા તપાસ ની જરૂર છે. તલાટી મૌલિક ભાઈ દરજી ને ડેન્ગ્યુ ની સારવાર માટે ખાનગી દવાખાને સારવાર માટે દાખલ કરાયા હતા. પરંતુ રિકવરી નહિ આવતા તેઓ નુ નિધન થયુ હતુ તલાટી કમ મંત્રી ના મોત ના સમાચાર થી તલાટી મંડળ મા ઘેરો શોક ઊભો થવા પામ્યો હતો. હાલમાં ડેન્ગ્યુ ના સામે આવી રહેલા કેસો ને લઇને તંત્ર ને હવે જાગશે ખરા? તે યક્ષ પ્રશ્ન છે

Back to top button
error: Content is protected !!