કાલોલના મોકળ ગામે સરકારી રસ્તો બંધ કરીને મંદિર,દુકાનો બનાવતા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર

તારીખ ૦૬/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના મામલતદારને મોકળ ના ગ્રામજનોએ લેખિત આવેદનપત્ર આપી જણાવેલ છે કે તેમના ગામમાં આવેલું બસ સ્ટેન્ડ વાળું ફળીયુ જેનો જુનો સર્વે નંબર ૪૨ અને નવો સર્વે નંબર ૨૧૫ છે જેમાં ૨૫ જેટલા મકાનો આવેલા છે અને તેમાં ૨૦૦ થી વધુ લોકોની વસ્તી છે જેને અડીને કેસરીસિંહ અને અન્ય નો સરવે નંબર ૪૩/૨ આવેલ છે. તેમજ નવો ૧૫ નંબરનો સર્વે નંબર જેમાં જૂનો સરકારી રસ્તો આવેલો છે જે અવર-જવર માટે ઉપયોગમાં લેવામાં આવે છે વર્ષો જૂનો આ રસ્તો બંધ કરી મંદિર બનાવવા ધજાઓ રોપી દઈ સામાવાળા કેસરીસિંહ તેમજ તેઓના પરિવારજનો તથા પર્વતભાઈ માધાભાઈ, વિક્રમભાઈ પર્વતભાઈ, હિતેશભાઈ ચૌહાણ અને જીતેન્દ્રભાઈ ચૌહાણ આ રસ્તો બંધ કરી દઈ કોટ બનાવી મંદિરની પાછળ દુકાનો બાંધતા હોવાથી ગ્રામજનોનો બાપદાદા સમયનો વર્ષોનો સરકારી રસ્તો ધાકધમકી આપી બંધ કરી દીધો હોવાથી કાયદેસર કાર્યવાહી કરવા માટે કાલોલ મામલતદારને આયોજનપત્ર આપ્યું તેમજ તેની નકલ પોલીસ સ્ટેશન તાલુકા વિકાસ અધિકારી જિલ્લા કલેકટર અને ડીવાયએસપીને મોકલી આપી છે.








