ભરૂચ: તાલુકા પોલીસે દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી એમડી ડ્રગ્સ ઝડપયું, પોલીસે ૧૮૦ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું.
૨૦ લાખના મુદામાલ સાથે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

સમીર પટેલ, ભરૂચ
ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. એક પછી એક ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થઇ રહ્યા છે હજુ તો થોડા દિવસ પહેલા જ અંકલેશ્વર માંથી બે ડ્રગસ બનાવતી કંપનીનો પર્દાફાશ થયા ની સહી શુકાય નથી ત્યાં તો દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવે પરથી તાલુકા પોલીસે બાતમીના આધારે ઇનોવા ગાડી માંથી ૧૮૦ ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકા પોલીસ પેટ્રોલીંગ માં હતી તે દરમિયાન બાતમી ના આધારે દિલ્લી-મુંબઇ એક્સપ્રેસવે થી વડોદરા થી ભરૂચ આવતી ઇનોવા કાર રોકી તપાસ કરતા કાર માંથી ૧૮૦ ગ્રામ જેટલું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જે બાબતે તાલુકા પોલીસે કારમાં સવાર ઇલ્યાસ અલી હુસેન મલેક, અશરફ બશીર મુન્સી, હનીફ અનવર રાજ તમામ રહે.દેરોલની ધરપકડ કરી તપાસ કરતા આ મેફેડ્રોન ડ્રગ્સ ઇન્દોર થી મુંબઈ માં રહેતા રઉફ નામક વ્યક્તિ પાસે થી મેળવ્યું હોવાનું સામે આવતા રઉફ નામના વ્યક્તિને વોટેન્ડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આરોપીમાં ઇલ્યાસ અલી હુસેન મલેક અગાઉ પણ ડ્રગ્સ કેસમાં ઝડપાય ચુક્યો છે.




