
કરજણ સિંચાઈ યોજના નહેરમાં પાણી આપવા ગણેશ સુગરના વાઇસ ચેરમેન દ્વારા અંક્લેશ્વર ડિવિઝનને પત્ર લખ્યો
શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ દ્વારા કરજણ સિંચાઈ યોજનાના પાણી આપવા બાબતે અંક્લેશ્વર ડિવિઝનને પત્ર લખી માંગ કરવામાં આવી હતી.
શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડના વાઇસ ચેરમેન પુષ્પેન્દ્રસિહ સુણવા દ્વારા અંક્લેશ્વર ડિવિઝનની કરજણ સિંચાઈ યોજના વિભાગ ને પત્ર લખવામાં આવ્યો છે.જેમાં તેઓએ જણાવ્યું છે કે કરજણ સિંચાઈ યોજનાએ વાલીયા, ઝઘડીયા અને નાંદોદ તાલુકાના નહેરના કાર્ય વિસ્તારના ખેડૂતોની જીવાદોરી છે. કરજણ સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની મુખ્ય કેનાલમાં છેલ્લા ઘણા સમયથી પાણી છોડવામાં આવેલ નથી. હાલ ખેડૂતોનો ખેતરોમાં ઉભો પાક જેવાકે, તુવેર, જુવાર, કપાસ અને શેરડી જેવા અન્ય પાકો સુકાઈ જવાને આરે છે તેમજ આ વિસ્તારનો મુખ્ય પાક શેરડીની રોપાણ સીઝન હાલમાં ચાલુ છે તેવા સંજોગોમાં શેરડી પકવતા ખેડૂતોને પણ પાણીની તાતી જરૂરીયાત રહે છે, જેથી કેનાલના પાણીથી પીયત પર નભતા ખેડૂતોને શેરડી અને અન્ય બીજા પાકોને પાણી ન મળવાથી ભારે આર્થીક નુકશાન વેઠવુ પડે એમ હોય, ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે આ વિસ્તારના ખેડૂતો પ્રત્યે લાગણી રાખી તાત્કાલીક કરજણ સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની મુખ્ય કેનાલમાં પાણી છોડવા રજુઆત કરવામાં આવી છે.
ઈરફાનખત્રી
રાજપારડી



