
મહાનગરપાલિકા,જુનાગઢમાં નોંધાયેલ મિલ્કત ધારકો દ્વારા વર્ષ:૨૦૨૩-૨૪ અથવા વર્ષ:૨૦૨૪-૨૫ના વર્ષનો મિલ્કત વેરો ભરપાઈ કરેલ હોય,તેઓને કચરાની વિના મુલ્યે ૨-નંગ ૧૦ લીટર ડસ્ટબીન (બ્લુ અને લીલી)નું વિતરણ…હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રૂ.૧૦ (દસ) લાખનો વાર્ષિક કૌટુબીક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત “આયુષ્યમાન કાર્ડ” યોગ્યતા ધરાવતા નાગરિકોને આપવામાં આવે છે.આ યોજના ઉંમર લાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ ૭૦ વર્ષ અને તેથી વધુ ઉમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન કાર્ડ આપવાનો અમલ શરુ કરવામાં આવેલ છે.જે અંતર્ગત માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્વરિત અમલવારી કરવાની સુચના અન્વયે માન.ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ શહેરમાં આજ રોજ સવારે વોર્ડ નં.૧ તા.૨૧/૧૧/૨૦૨૪ અવસર પાર્ટી પ્લોટ બેન્ક ઓફ બરોડા સામે દોલતપરા,વોર્ડ નં.૨,તા.૨૧/૧૧/૨૦૨૪ આદીત્યેશ્વર મહાદેવ મંદિર આદિત્યનગર જોષીપુરા જુનાગઢ ખાતે માન.ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા,હાઉસ ટેક્ષ સુપ્રી.શ્રી વિરલભાઈ જોષી,બાયોલોજીસ્ટશ્રી એચ.એફ.રાદડિયા,સ્ટોર કીપરશ્રી રાજુભાઈ મહેતા,સી.પી.સી.શ્રી મયુરભાઈ નિમાવત,જીજ્ઞાસાબેન કાતરીયા, આગેવાનશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ૭૦ વર્ષ અને તેથી વધુ ઉમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.તેમજ શહેરીજનોનું આયુષ્યમાન કાર્ડ રીન્યુ કરવાનું હોઈ તે ૪૮ કલાક પહેલાના આવકના દાખલા વડે રીન્યુ કરી આપવામાં આવ્યા હતા.આ તકે બીપી અને ડાયાબીટીસની મફત તપાસ કરી આપવા માટે કેમ્પ પણ રાખવામાં આવેલ.
મહાનગરપાલિકા,જુનાગઢમાં નોંધાયેલ મિલ્કત ધારકો કે જેને વર્ષ:૨૦૨૩-૨૪ અથવા વર્ષ:૨૦૨૪-૨૫ના વર્ષનો મિલ્કત વેરો ભરપાઈ કરેલ છે.તે તમામ મિલ્કત ધારકોને મહાનગરપાલિકા, જુનાગઢ તરફથી મિલ્કત વેરો ભર્યાની ઓરીજનલ પહોંચ અથવા ઓનલાઈન માધ્યમથી મિલકત વેરો ભરેલ હોય તેવા કિસ્સામાં ઓનલાઈન મિલકત વેરો ભર્યાની પહોંચ અને આધાર કાર્ડની ઝેરોક્ષ રજુ કર્યેથી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સુકો કચરો અને ભીના કચરાની વિના મુલ્યે ૨-નંગ ૧૦ લીટર ડસ્ટબીન (બ્લુ અને લીલી)નું ઉપરોક્ત સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું.વીજળી બીલની મદદથી પ્રધાનમંત્રીશ્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ આપવામાં આવ્યો તેમજ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં આધાર કાર્ડ E-KYC ની કામગીરી હાલ ઝુંબેશ રૂપ ચાલી રહેલ છે.જે કામગીરીના ભાગ રૂપે ઉપરોક્ત કેમ્પમાં આધાર કાર્ડ E-KYCની કામગીરી પણ સાથે સાથ કરવામાં આવી હતી.આ તકે ૬૬૩ શહેરીજનો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો.તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો દ્વારા ડેન્ગ્યું મેલેરિયા અંગેના સ્ટોલ પરથી માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું.
ઉપરોક્ત તમામ સેવાઓ મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં તા.૨૨/૧૧/૨૦૨૪ આત્મિય સંસ્કાર કેન્દ્ર-જીનીયસ સ્કૂલની સામે ખલીપુર મેઈન રોડ જોશીપુરા વોર્ડ નં.૭ તા.૨૫/૧૧/૨૦૨૪ શિવમ પાર્ટી પ્લોટ ઝાંઝરડા રોડ વોર્ડ નં.૯ તા.૨૨/૧૧/૨૦૨૪ ટેલીફોન એક્સચેન્જ ગેંડા રોડ ઉપર આંબેડકર ભવન અને વોર્ડ નં.૧૧ તા.૨૫/૧૧/૨૦૨૪ નર્મદેશ્વર મહાદેવ મંદિર લોઢિયા વાડી પાસે,વોર્ડ નં.૫ તા.૨૬/૧૧/૨૦૨૪ યમુના વાડી,ઝાંઝરડા રોડ,જુનાગઢ વોર્ડ નં.૧૨ તા.૨૬/૧૧/૨૦૨૪ અર્બન હેલ્થ સેન્ટર ટીંબાવાડી,જુનાગઢ ખાતે આયોજન કરવામાં આવેલ છે,સૌ લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લેવા માટે મહાનગર પાલિકા.જુનાગઢ દ્વારા અપીલ કરવામાં આવે છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 





