
વિજાપુર ટીબી હોસ્પિટલ રેલ્વે અન્ડર પાસ એલસી નંબર ૪૭ નુ કામકાજ ચાલુ કરતા વાહનો ની અવર જવર બંધ કરાશે 

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટીબી હોસ્પીટલ રેલ્વે અન્ડર પાસ એલ સી ૪૭ નુ તા.૨૫/૧૧/૨૦૨૪ ના સોમવાર ના રોજ શરૂ કરવા મા આવતા ટીબી રોડ ઉપર થી પસાર થતા વાહનો ની અવર જવર બંધ રાખવા તેનું ડાયવર્ઝન માટે જાહેર નામુ પ્રસિદ્ધ કરવા મા આવતા રોડ બંધ કરવા મા આવશે જેમાં ડાયવર્જન માટે નવા કાર્ય નિર્માણ દ્વારા પોલીસ અધિકારી તેમજ મામલતદાર તેમજ નગર પાલિકા એસટી બસ નિગમને આર પી એફ રેલ્વે સહિતને જાણ કરવા મા આવી છે જેમાં વિસનગર તેમજ ટીબી રોડ ઉપર આવતા મોટા વાહનો એ સરદાર પટેલ સર્કલ તેમજ નાના વાહનો એ જીઇબી કચેરી પાસે થઈને પસાર થવું કામગીરી જ્યાં સુધી સંપૂર્ણ પૂરું ના થાય ત્યાં સુધી જણાવેલ ડાયવર્ઝન મુજબ રહેશે ટીબી થી પાલીકા નો વચ્ચે રોડ નો રોડ ના તમામ વાહન ચાલકો એ જાણ રાખવી પોલીસ અને પાલીકા એ મળેલી સત્તા અનુસાર આપેલ રૂટ મુજબ ડાયવર્ટ કરવા સૂચના આપવા મા આવી છે. જેમાં તા ૨૫ નવેમ્બર થી આ અમલ શરૂ કરવા મા આવશે અને ટીબી રેલ્વે ફાટક વાળો રસ્તો બંધ કરવા મા આવશે. જે જવાબદાર તંત્ર ને જાણ કરવા મા આવી છે.




