GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad – હળવદ લેકવ્યું ગેસ્ટ હાઉસમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૧૮ ઈસમો ઝડપાયા

Halvad – હળવદ લેકવ્યું ગેસ્ટ હાઉસમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૧૮ ઈસમો ઝડપાયા

 

 

હળવદમાં લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૧૮ આરોપીઓને રોકડ રકમ રૂા.૨,૦૨,૧૦૦/- ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.તો ભાજપ આગેવાન સહીત બે શખ્સોએ નાશી જતા શોધખોળ હાથ ધરી છે.

 


હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટાફના સાથે લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં રેઇડ કરતા ઘોડીપાસાનો જુગાર રમતા 18 ઈસમો ભરતભાઈ હરખાભાઇ વઢરેકીયા રહે. કડિયાણા ગામ, તા.હળવદ, અલાઉદીન મહમદભાઈ ચૌહાણ રહે. કણબીપરા હળવદ, મહેબુબભાઇ નથુભાઇ સિપાઇ રહે. સૌયદ વાસ, ગોરી દરવાજે હળવદ તા.હળવદ, જાકીર દાઉદભાઇ ચૌહાણ રહે. મોટા ફળીયા મોરબી દરવાજે હળવદ તા.હળવદ, મોસીનભાઇ હબીબભાઇ ચૌહાણ રહે, જંગરીવાસ મોરબી દરવાજે હળવદ, તા.હળવદ, ઇરફાનભાઇ યુનુસભાઇ રાઠોડ રહે. જંગરીવાસ, મોરબી દરવાજે હળવદ, તા.હળવદ, દિવ્યેશભાઇ કિશોરભાઈ જેઠલોજા રહે. પિપળી ગામ, તા., વલ્લભભાઇ સુંદરજીભાઈ પટેલ રહે. રાતાભેર ગામ, તા.હળવદ, રશીદ જુમાભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે, ગેબનશાહ પીરની દરગાહ પાસે, ફૈયાઝ યાકુબભાઇ ભટ્ટી રહે. મોચીબજાર, ખત્રીવાડ, હળવદ તા.હળવદ, શબીરભાઈ જુસકભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે, જોશનગર લાતી પ્લોટ ૮, તોહીદ અજીતભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે, જોશનગર, મોરબી, રજાક અકબરભાઇ ભટ્ટી રહે. જંગરીવાસ મોરબી દરવાજા પાસે, હળવદ, જાવીદ અબ્દુલભાઇ ચૌહાણ રહે. મહેન્દ્રપરા મોરબી, ઇમરાન હનિફભાઇ ભટ્ટી રહે. નવા ડેલા રોડ, રાવલ શેરી, મોરબી, શિરાઝ સલેમાન કેડા રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે, મોરબી, અસલમભાઇ સલીમભાઇ ચાનીયા રહે. કાલીકા પ્લોટ શેરી નં.૦૨, મોરબી, સલીમભાઇ જુમાભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે, નવા ડેલા રોડ, મોરબીવાળાને રોકડ રકમ રૂા.૨,૦૨,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૪, ૫ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

Back to top button
error: Content is protected !!