BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
સંદલ શરીફની વિધિ સંપન્ન:ભરૂચ હજરત બાવા રુસ્તમ શા સરકારના 614મા સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ, લોકોએ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના પરીએજ સ્થિત હજરત બાવા રુસ્તમ શા સરકારના 614 મા સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરાઇ હતી.દર વર્ષે મુસલમાની ચાંદ 22 જમાદીઉલ અવ્વલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે.હજારો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદીમો તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.
સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું.જ્યાં દરગાહ શરીફના આયોજકો તેમજ ખાદીમોએ સંદલ શરીફની વિધિ સંપન્ન કરી હતી.સંચાલકો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી.સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડયા હતા.




