GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પાનેલી ગામની સીમમાંથી તીન પતિનો જુગાર રમાડતો અખાડો ઝડપાયો: ૧૪ ઈસમો ઝડપાયા 

 

MORBI:મોરબીના પાનેલી ગામની સીમમાંથી તીન પતિનો જુગાર રમાડતો અખાડો ઝડપાયો: ૧૪ ઈસમો ઝડપાયા

મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં ચાલી રહેલા જુગારના અખાડા પર મોરબી ક્રાઈમ બ્રાંચ (એલ.સી.બી./પેરોલ સ્કોડ) ના સ્ટાફે સફળ રેઇડ પાડીને કુલ ૧૪ જુગારીઓને રોકડ રકમ અને મોબાઈલ સહિત રૂ. ૪,૭૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

મળતી વિગતો અનુસાર, મોરબી એલ.સી.બી. તથા પેરોલ સ્કોડના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે પાનેલી ગામના વતની ભરતભાઈ પ્રેમજીભાઈ કંઝારીયા, પાનેલી ગામની સીમમાં રાતાવીરડા જવાના કાચા રસ્તે આવેલ ‘ધામણીયા’ નામની સીમમાં પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીન પત્તીનો જુગાર રમાડી અખાડો ચલાવે છે.

આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન વાડીની ઓરડીમાંથી તીન પત્તીનો જુગાર રમતા ૧૪ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓ ૧. ભરતભાઈ પ્રેમજીભાઈ કંઝારીયા (રહે. પાનેલી)૨. લખમણભાઇ મેરાભાઈ બતાડા (રહે. પાનેલી) ૩. ગોવિંદભાઈ ભગવાનજીભાઈ ચાવડા (રહે. પાનેલી) ૪. જયેશભાઈ લાલજીભાઈ ચાવડા (રહે. પાનેલી)૫. રમેશભાઈ ભગવાનજીભાઈ ચાવડા (રહે. પાનેલી)૬. જગદીશભાઈ ગંગારામભાઈ ચાવડા (રહે. પાનેલી)૭. રમેશભાઈ મડીયાભાઈ બારીયા (રહે. ગજાનંદ પાર્ક, મોરબી)૮. પ્રવીણભાઈ તેજાભાઈ ચાવડા (રહે. પાનેલી)૯. મયાભાઈ હીરાભાઈ પાંચિયા (રહે. મુળ ગીડચ, મોરબી)૧૦. સવજીભાઈ મેપાભાઇ ફીચડીયા (રહે. સરતાનપર, તા. વાંકાનેર)૧૧. ભુરાભાઈ જામાભાઈ બતાડા (રહે. પાનેલી)૧૨. કાનજીભાઈ શીવાભાઈ ચાવડા (રહે. પાનેલી)૧૩. રણજીતભાઈ નારણભાઈ ગમારા (રહે. શક્તિનગર, મુળ ગીડચ) ૧૪. કાંતિલાલ સવજીભાઈ ચાવડા (રહે. પાનેલી)

પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ તથા મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા ૪,૭૦,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!