MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયામાં ભુજ બોર્ડર રેન્જ ક્રાઇમ-૨ ટીમનો સપાટો: પાવડરની બોરીઓની આડમાં સરકાવાતો ૪૦૯૨ બોટલ દારૂ પકડાયો

 

MALIYA (Miyana):માળીયામાં ભુજ બોર્ડર રેન્જ ક્રાઇમ-૨ ટીમનો સપાટો: પાવડરની બોરીઓની આડમાં સરકાવાતો ૪૦૯૨ બોટલ દારૂ પકડાયો

માળીયા ત્રણ રસ્તા નજીક ટ્રકમાંથી પાવડરની બોરીઓની આડમાં છુપાવાયેલો રૂ. ૯.૩૭ લાખનો દારૂ ઝડપાયો: ભુજ બોર્ડર રેન્જ ક્રાઇમ-૨ ટીમની સફળ કામગીરી

માળીયા મિયાણા:આગામી પવિત્ર શ્રાવણ માસને ધ્યાને રાખી પ્રોહીબીશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક સપાટો બોલાવવા બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાઓ મુજબ ભુજ રેન્જ પોલીસે મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ-૨ બોર્ડર રેન્જ સરહદી વિભાગ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ.પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ ટીમે માળીયા ત્રણ રસ્તા નજીકથી દારૂનો મોટો જથ્થો પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

બોર્ડર રેન્જ ક્રાઇમ-૨ ભુજની ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે, મોરબી જિલ્લાના માળીયા ત્રણ રસ્તાથી મોરબી તરફ જતાં બ્રિજ પાસે સર્વિસ રોડ પર શંકાસ્પદ હાલતમાં ઉભેલી ટ્રક (નંબર: RJ-52GA-2464) માં તપાસ હાથ ધરવામાં આવી હતી.ટ્રકની તલાશી લેતાં ઉપર પ્લાસ્ટિકની બોરીઓમાં આશરે ૩૦ ટન સફેદ પાવડર ભરેલો હતો. આ પાવડરની બોરીઓની નીચે તપાસ કરતા ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૪,૦૯૨ બોટલો મળી આવી હતી.કુલ રૂ. ૧૯.૫૨ લાખથી વધુનો મુદામાલ જપ્ત:પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો કુલ રૂ. ૧૯,૫૨,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે:ઇંગ્લીશ દારૂ: ૪,૦૯૨ બોટલો (કિંમત રૂ. ૯,૩૭,૫૦૦/-)ટ્રક: નંબર RJ-52GA-2464 (કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/-)પાવડરની બોરીઓ: આશરે ૩૦ ટન પાવડર (કિંમત રૂ. ૧૫,૦૦૦/-)આ મામલે ટ્રકચાલક તેમજ તપાસમાં ખુલનારા અન્ય તમામ સંડોવાયેલા શખ્સો વિરૂદ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સફળ કામગીરી કરનાર ટીમ:આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ.પી. વાઘેલા તથા એ.એસ.આઇ. રસીકભાઇ પટેલ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વિરાજસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ મોહીતભાઇ ચાવડા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!