JMC-૬૦ટકા ટેક્ષ ન આવ્યો..!! લે બોલ

વેરા-“માફી” ફેક્ટ શું?
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર કોર્પોરેશન એ બાકીમીલકત વેરામાં સોટકા વ્યાજ માફી જાહેર કરી વારંવાર લંબાવી પણ તો ય માંડ ચાસીલ ટકા લોકોએ મીલકત વેરો ભર્યો અને ગત વરસનો વેરો સાંઇઠ ટકા લોકોએ ન ભર્યો બોલો……..આ શું દર્શાવે છે?? જામનગર કોર્પોરેશનની અખબારી યાદી કહે છે કે ૬૦ ટકા આસામીઓએ મીલકત વેરો નથી ભર્યો…….. લે બોલ….!!?? ૮ નવેમ્બર ૨૦૨૪ની જામનગર કોર્પોરેશન ની પ્રેસનોટ જણાવે છે કે સાંઇઠ ટકાથી વધુ મિલકતધારક લોકોએ બાકી વેરો નથી ભર્યો….!! જે પ્રેસનોટ નીચે મુજબ છે
શું કારણ હશે?? કે વ્યાજ માફીના ઢોલ એટલે થોકબંધ પ્રચારની જહેમત મનપાને માથે પડી….!!???……શું કારણ હશે કે લોકોએ બાકીદારએ વ્યાજ માફીને વધાવી નહી….?? એ તો વિચારીએ સાથે સાથે મનપાની અમુક ચોક્સાઇ નથી તેને પણ આ તકે ઉજાગર કરીએ કેમકે એ ચોક્સાઇ રખાય તો પણ મનપાની આવકમાં એકંદર થોડુક સરભર થાય અને દરમ્યાન મોટા બાકીદારો સામે ખરેખર કડક થવાની જરૂર છે પણ ભલામના યુગમાં ને બસો પાંચસોના વર્ચસ્વના આ યુગમાં એવો વર્ગ પણ મોટો બાકીદાર છે જેમને કશો ફરક પડતો જ નથી તે સ્વીકારવું જ પડે ને??
જામનગરના વોર્ડ વાર બાકી મીલકતવેરાની રકમ ૧ જાન્ય.૨૦૨૪ની સ્થિતિએ કોર્પોરેશનના રેકર્ડ ઉપરનું પત્રક નીચે મુજબ છે
જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનમાં એકાઉન્ટ વિભાગના હેડ તેમજ આસી.કમી. ટેક્સ અને મીલકત વેરા વિભાગના સૌથી હેડ ને સીધી જવાબદારીવાળી લાગુ પડતી બાબત એ છે કોર્પો.ની મુખ્ય અને કરોડ રજ્જુ સમાન આવક મીલકત વેરાની છે
માટે તે વિષય તેમજ આ વેરામાં વ્યાજ-“માફી” બધીજ બાબતનું ફેક્ટ શું છે?તે ખૂબ જ રસપ્રદ છે વિશ્ર્લેષક છે આંખ ઉઘાડનાર છે પ્રજાજનોને જાણવા જેવુ છે તેમજ લગત બે અધીકારીઓએ ખૂબ ગંભીરતા લેવા જેવુ છે તેમ આધારભૂત સુત્રો જણાવે છે
પ્રોપર્ટી ટેક્ષમાં વ્યાજ માફી છ છ મહીના તન-તન મહીના પછી ય કઇ વળતુ નથી અને ૩૩% લોકો જ વેરો ભરે છે તેમજ દર વર્ષે ડીમાન્ડ(મીલકત ધારકોને ટેક્સ ભરવાના બીલ પ્રકારના અપાતા પત્રો)રૂ. ૧૧૦ કરોડ થી વધુ રકમમાંથી આવક ૪૦-૪૨ ટકા જેટલી જ થાય છે અને જુના રૂ. ૪૩૬ કરોડ વસુલવાના બાકી છે ત્યારે સરકારી કચેરીઓનાં લેણા કોણ જાણે કેટલાય હશે?
વળી જીઆઇડીસી ફેસ ૨ અને ૩ માટે કોર્પોરેશનની ટેક્ષ બ્રાંચ એકાઉન્ટ બ્રાંચ દ્વારા ખૂબ “કવાયતો”થઇ ૨૦૧૮ થી ૬૦ કરોડ ૪૪૪૦ કારખાનાઓના મીલકત વેરાના વસુલવાના બાકી છે તેમાંથી વ્યાજ માફી સાથે માત્ર ૧૩૦૦ કારખાના દારોના ૨૦ કરોડ જ આવ્યા હોવાનું રેકર્ડ ઉપર લગત અધીકારીએ જણાવ્યુ છે તે છે.
બીજી વાત એ છે કે મીલકત વેરા બીલ બજાવનાર આઉટસોર્સના લોકો છે તેમને તાલીમની કે વિસ્તાર નકશા વગેરે શીખવાડવુ પડે અને બીલ બજાવ્યા વગરનું જે કોઇ મીલકત રહી જતુ હોય તેવુ લાગે બીલ બજાવનારને તો તેનીં વિગતે નોંધ કરવાની તાલીમ આપવી પડે
મીલકત બતાવાય છે રેકર્ડ ઉપર ૩,૦૬,૦૦૦ પરંતુ ઘણાય બંગલામાંથી ફ્લેટ થયા ઘણા પ્લોટમાંથી કોમર્શીયલ ને રેસીડન્ટ થયા,ઘણા શેડ માંથી ત્રણ માળના બીલ્ડીંગ થયા,દુકાનો-ઓફીસો-કારખાના સુધારા વધારા અને ભાગ પણ થયા,એક જ માળના બાંધકામ તન ચાર માળના થયા……તે બધા….બ…ધા…ય માંથી પરવાનગી કેટલી? પરવાનગી હોય તો મીલકત વેરામાં અપડેશન કેટલું?એટલે એમ કહેવાય કે ૧૨૫ ચો.કી.મી. વિસ્તારમાં ખરેખર જેટલી મીલકત હોય તે પણ જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશન મીલકત વેરો વસુલે છે તે મીલકતોની સંખ્યા ૩,૦૬,૦૦૦ છે.છેલ્લે બાકીની મીલકતોના વેરા માટે કારપેટ બેઇઝ માપણી ઝુબેશ જેવું થયુ છે કઇ? કોર્પોરેશનની મુખ્ય આવક મીલકત વેરા છે અને તે માટે ટેક્સ એકાઉન્ટ વગેરે ના ખર્ચના બજેટના આંકડા?? ન પુછો તો સારૂ…..જંગી બજેટ સામે જુની નવી આવક દર વરસે ૧૦૦ કરોડ અંદર જ થાય છે વર્ષ ૨૪ મા વળી ૧૦૦ કરોડ ઉપર આવક થઇ…..ડેફીસીટ આગળ ચાલી આવે છે ત્યારે માત્ર ને માત્ર “ચોક્કસ”જગ્યાએ જ ઢોલ વગાડીને વસુલાત-સીલીંગ શું કામ?દરેક બાકીદારો સામે પગલા કેમ નહી?
આ બધુ જ રેકર્ડ ઉપર છે તેના શબ્દાર્થ,ભાવાર્થ,અર્થ વિસ્તરણ જ છે એટલે તો ફેક્ટ ફાઇલ શું?તે સામે આવે તે માટે આ સંશોધન છે જે કોર્પોરેશન “અમુક” આવક થતા વાહ વાહી કરે છે પરંતુ હાલની સ્થિતિએ ૫૫૦ કરોડની વસુલાત બાકી છે તેમજ હજુ ય ઘણી મીલકત વણ નોંધાયેલી કે કારપેટ બેઇઝ સર્વે બાકી હોય તેવી હોઇ શકે છે તે અંગે શું બંને લગત અધીકારીઓ અજાણ હશે?? બને નહિ…
________________
વ્યાજ માફી છતાંય…..શું કામ કઇક ઠીક કહેવાય તેવી પણ આવક નથી થતી??ખુદ કોર્પો.નું તંત્ર અચરજમાં………….
હવે કોર્પોરેશનના રેકર્ડ ઉપર શું લખાણ છે તે એક પોર્શન જોઇએ તો……….જામ્યુકોના એક અગત્યના રેકર્ડ ઉપર જે લખેલુ છે મીલકત વેરા સંબંધી તેનો થોડોક ભાગ આ ” ” ઇન્વર્ટેડ કોમા માં આ મુજબ છે તે ફેક્ટ
… ” જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૨૦ (વીસ) વર્ષમાં ૬ (છ) વખત ૧૦૦% વ્યાજ માફી જાહેર કરવામાં આવેલ છે. પરંતુ, રેગ્યુલર ટેક્સ ભરપાઈ કરતાં શહેરીજનોની સંખ્યામાં ખાસ્સો એવો કોઇ જ નોંધપાત્ર વધારો જોવા મળેલ નથી અને કુલ મિલકતો ૩,૦૬,૮૩૫ ની સામે વાર્ષિક મિલ્કતવેરો ચુકવનાર શહેરીજનોની સંખ્યા સરેરાશ ૧,૧૦,૦૦૦ માત્ર છેલ્લા ૫ (પાંચ) વર્ષમાં થવા પામેલ છે. એટલે કે, સરેરાશ ૧,૯૫,૦૦૦ મિલ્કત ધારકોનો વાર્ષિક મિલ્કતવેરો બાકી રહેવા પામે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૬ (છ) વર્ષથી વાર્ષિક ૧૮% વ્યાજને બદલે વાર્ષિક ૯% વ્યાજ કરી આપેલ છે. એટલે કે ૫૦% વ્યાજ માફી સતત ૬ (છ) વર્ષથી આપવામાં આવે છે અને ૧૦૦% વ્યાજ માફી રેન્ટ બેઇઝ પધ્ધતિમાં જનરલ બોર્ડ ઠરાવ નં. ૯૫ તા. ૧૯-૧૦-૨૦૧૬ થી આપવામાં આવેલ છે. આમ, આટલી વખત વ્યાજ માફી યોજનાનો લાભ આપ્યા બાદ પણ શહેરીજનો દ્વારા રેગ્યુલર ટેક્સ ભરપાઈ કરવામાં ઉદાસીનતા દાખવે છે. એમ તા. ૦૨-૦૭-૨૦૨૪ ના ટેકસ ઓફીસરના પત્રમાં જણાવેલ છે. જે મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ૧૦૦% વ્યાજ માફી હવે ન આપવા જણાવેલ છે. પરંતુ,શહેરીજનોની મુશ્કેલીઓ ધ્યાનમાં લઈ આ વ્યાજ માફી મંજુર કરવામાં આવે છે………..” (આનો સાર એ કે મીકલત વેરામાં ગમે તેટલી વ્યાજ માફી આપો તો પણ કોર્પોરેશન ને આવક થતી નથી)
આ જ રેકર્ડ માં જવાબદાર અધીકારી જીગ્નેશ નિર્મલએ જે તે વખતે ચાપલુસી સાથે એમ જણાવેલુ કે …..આ જ દિવસ સુધી (એટલે તેઓ બોલ્યા રેકર્ડ ઉપર નોંધવા તે દિવસ સુધી) ૩૭૦૦૦ આસામીઓએ વ્યાજમાફી નો લાભ લઇ કરોડો નું વ્યાજ બચાવ્યુ……મારા સાયબ કુલ આસામીઓમાંથી બે લાખ એંસી હજાર તો મુવ થયા જ નહી તે દિવસ સુધી….!!! તો તમે વ્યાજ માફી યોજના આપી તે સફળ રહી કે ફેઇલ ગઇ??? અને તમે મીલકત વેરામાં વ્યાજ માફી નો પ્રચાર કરવામાં સાવ કરતા સાવ ઉણા ઉતર્યા કે શું ??? આત્મ મંથન કરો કે પ્રચારનો માર્ગ યોગ્ય રહ્યો? લોકો સુધી પહોંચી શક્યા હતા??? ના નહીતર તો ધન નો ઢગલો ન થાય??? આ જ ટીપ્પણી ને સમર્થન આપતી કોર્પોરેશન ના રેકર્ડ ઉપર રહેલી આ વિષયની નોંધ હવે આગળ
આવી જ એક બીજી વાત કે કોર્પોરેશન નો મીલકત વેરા વ્યાજ માફી નો પ્રચાર કેટલો કંગાળ છે…..તે જોઇએ તો ” ” કોમાં મા થોડો પોર્શન આ રેકર્ડ ઉપર એવું દર્શાવે છે કે..
…”આપણો ટેક્સનો પૈસો રોકાયેલ હતો. જયાં આપણા કર્મચારી વસુલાત માટે જઈ નહોતા શક્યા.કેટલાક લોકોને આવી વ્યાજ માફીની સ્કીમની જાણકારી નથી હોતી. પ્રજા પાસે આપણે જવામાં ટુંકા પડીએ છીએ. રૂપીયા પંચાવન કરોડની રકમ કોપેરેિશનમાં જમા થયેલ,સ્લમના લોકો વધુને વધુ લાભ લઈ શકે તે માટે પંદર દિવસ થી મહિનો સુધી ચાલુ રાખવી જોઈએ…….”
_____________________
“અહો રૂપમં….” એ આત્મશ્ર્લાઘા છે, ખોટો પ્રચાર છે, તેનાથી આવક ન થાય??
હવે બે પાંચ કે પાંચ પચ્ચીસ કરોડ આવક થતા જાણે કઇક મોટી સિદ્ધી મેળવી હોય તેમ પ્રચાર માટે ધ્યાન અાપનારા બાકીદારો પાસે પહોંચી શકતા જ નથી અને જે ભરવાના છે તે તો વેરો ભરવાના જ છે તેને કોઇ પ્રચારની જ જરૂર નથી અને અન્ય બાકી રહેતી જંગી એવી વેરાની રકમ તે રેગ્યુલર મીલકત વેરો ભરનાર સાથે એક પ્રકારે અન્યાય છે. તેમજ ચોક્કસ જગ્યાએ જ ઢોલ વાગે અને મોટા બાકીદારોને ત્યાં ઢોલ ન વાગે તે પણ શહેરની જનતાની જાણ માં હોય શકે છે. છતાય ચીફ એકાઉન્ટન્ટ અને ઇ.ચા. આસી. કમી. (ટેક્સ) શ્રી નિર્મલ ચોક્કસ ઢોલ પીટ્યા રાખે છે કે “આટલા કરોડની આવક થઇ….આટલા રૂપીયા મનપાની તિજોરીમાં ઠાલવાયા……અરે સાયબ મીલકત વેરો ૫૦૦ કરોડ રૂપીયા જેટલો વસુલવાનો બાકી છે તેમાંથી ઓચીંતી તમારી કોઇ કળાથી બસો કરોડ કે વધુ રકમની ય જો વસુલાત થાય તો ગાનબા ગાવ તો શોભે અને તમે વર્ષ ૨૩-૨૪ માં ૧૫૩ કરોડની આવક ના ગાણા ગવાયા તેમાં ૩૧ કરોડ રૂપીયા વોટર (પાણી) ચાર્જીસ હતા (જે પાણી વિતરણ એકાંતરે હોય છે , મહદઅંશે ધીમા ફોર્સથી હોય છે ,પીસ્તાલીસ મીનીટના બદલે ત્રીસ કે પાંત્રીસ મીનીટ પણ આવે,જેની લાઇનના અમુક લીકેજીસ અમુક વખતે મલકતા પણ નથી……વગેરે) અને દસકરોડથી વધુ ઇમ્પેક્ટ ફી અને વિકાસ પરવાનગી આવક હતી માટે ચોખ્ખો મીલકત વેરો ૧૧૨ કરોડ રૂપીયા આવ્યો હતો તેમ કહેવાય અને ૪૬૫ કરોડ બાકી વસુલાત માં થી એક રીતે કંઇ આવ્યુ ન જ કહેવાય ને કદાચ એમ માનીએ કે અમુક બાકી મીલકત વેરો આવ્યો તો પછી મોટી રકમના બાકીદારોએ તો ન જ ભર્યા પણ મધ્યમ ઉચ્ચ મધ્યમ વર્ગને રૂપીયાનો મેળ પડ્યો તો ભર્યા હતા એ છે ફરીને વર્ષ ૨૪-૨૫ માં આવક ધીમી પડી ગઇ છે
_____________________
_______કડક ઝુંબેશ કે ફડક ઝુંબેશ??________સૌથી મોટી બાકી રકમ વોર્ડ નંબર ” ૫” અને “૧૫”
એવુ પણ વારે વારે પ્રચારથી કહેવાય છે કે “કડક વસુલાત ઝુંબેશ”(વર્ષમાં કેટલી સંખ્યા શક્ય છે??) કરી રૂપીયા આટલા લાખની વસુલાત……વગેરે…..પણ કુલ આસામી સવા તન લાખ છે એ થી વધુ પણ હોય કેમકે નવા આકાર થયા હોય “એકોહમ બહુસ્યામી ” ની જેમ એક પ્લોટમાંથી વિસ પચ્ચીસ ફ્લેટ થઇ ગયા હોય કાં એક જુનવાણી મકાન તોડી વધુ ટેનામેન્ટ થયા હોય…..વગેરે….વગેરે.. તેમાથી …..અમુકની કારપેટ બેઇઝ આકારણી થઇ હોય બાકી ઘણા ને તો “ક્યાં વેચવુ છે હમણા” એમ માની ન તો કમ્પ્લીશન ન લીધા ન તો મીલકત વેરા આકારણી કરાવી….તેવા કિસ્સાઓ વધુ હોય છે તેમ જાણકારો માને છે ત્યારે કોર્પોરેશનનું તંત્ર પણ ક્યાં રેન્ડમ સર્વેમાં નીકળે છે?? અ રે મીલકત વેરાના બીલ પહોંચાડવા ય આઉટસોર્સથી માણસો રાખવા પડે છે એ ય જેટલા બીલ ની પ્રિન્ટ નીકળી હોય તે દરેકની બજવણી પણ ક્યાં થાય છે?? એ ટેક્સ વિભાગના કુશળ ઇન્ચાર્જ આસીસ્ટન્ટ કમીશનર સાયબના ધ્યાનમાં જ હશે ને??
મુળ મુદો કડક વસુલાત ઝુંબેશનો છે તો માનો કે રોજના દસ સ્થળે કડક વસુલાત માટે ટીમો જતી હોય…..વીસ ગણો ને…..તો મહીનાના ૨૫ વર્કીંગ દિવસના પાંચસો આસીમીને ટચ થયા??(આવક નુ નક્કી નહિ કેમકે જો કોક એ કોક વર્ચસ્વ વાળાનો ફોન કરાવી દીધો હોય તો વોરંટ બજવણી કે વસુલાત ….વગેરે બધુ તો ત્યાં રહ્યુ…..એ આખી ગલી મુકીને ટીમ જતી રહે છે……અગાવ એકવાર કોર્પોરેશનની ટીમ ચોક્કસ વિસ્તારમાં નીકળી હતી કે “આધાર” -આધારકાર્ડનહી મીલકતના ટાઇટલ) ચેક કરવા છે…ત્યાં તો જે તે આસામીએ કહ્યુ કે “પહેલા તમારા બધાના આધારો રજુ કરો……” એક તો ઓળખ કાર્ડ બીજુ આધાર ચેક કરવાનો સક્ષમ અધીકારીનો હુકમ બતાવો……અને તે ટીમ જતી રહી…..પછી ત્યા ફરકી નથી…..!! વળી ….આ તો ફલાણાનુ મકાન છે આ તો ફલાણાનો બંગલો છે આ તો ફલાણાનુ એપાર્ટમેન્ટ છે…….તો તો આમાં ક્યાંથી વસુલાત થાય…..પણ વેરા વસુલાત માટે નીકળેલી ટીમ ને તો બે ય બાજુ તકલીફ હોય છે) તો વરસના મહતમ ૩૦૦ વર્કીંગ દિવસ ગણીએ તો ૩૦૦ ગુણ્યા ૫૦૦=૧૫૦૦૦૦ થાય….જો રોજ કડક ઝુંબેશ થાય તો ય દરેક આસામી ટચ ન થઇ શકે અને આમેય કદાચ સો દિવસ ઝુંબેશ ચાલે તેમ માનીએ તો એટલો સ્ટાફ પણ ક્યાં છે તેમજ મોટા બાકીદારોમાં ઝુંબેશ ચલાવવીજરૂરી છે નાના બાકીદારો ને હેરાન ન કરવા જોઇએ પરંતુ મોટા બાકીદાર માનોકે એક હજાર છે તો તેમાંથી ૯૦૦ તો દાદ પણ ન દે તેવા હોય ને??પાછા અસુવિધાઓની ફરીયાદ કરનારા તે ૯૦૦ જ હોય….તે મોટા અવાજે કોર્પોરેશનની નબળાઇ ગનબાવતા હોય છે……!!! અને હા….દરેક વોર્ડના કોર્પોરેટરને જ વેરા વસુલાત સોંપો…..દાખલા તરીકે વોર્ડનંબર પાંચ માં પચાસ કરોડ જેટલો મીલકત વેરો બાકી છે અને વોર્ડનંબર પંદરમાં સો કરોડ રૂપીયાથી વધુ વસુલાત બાકી છે બીજા વોર્ડમાં બે કરોડ પાંચ કરોડ દસ કરોડ પંદર કરોડ કે છવીસ કરોડ જેટલી વસુલાત બાકી છે પરંતુ વોર્ડનંબર પાંચ અને પંદર એમ બે વોર્ડ થઇ ને જ દોઢસો કરોડ રૂપીયાની મીલકત વેરા વસુલાત બાકી છે….!! યોગાનુયોગ અમુક વધુ ખર્ચના અને પાયલોટ ટાઇપના પ્રોજેક્ટ તેમજ વિકાસ કામ ના વધુ ખર્ચ આ વોર્ડના ચોક્કસ જ વિસ્તારમાં જ વધુ છે જો કે તેમાં લગત કોર્પોરેટરોની ખાસ કંઇ જહેમત નથી અમુક એજન્સીઓ જે અમુક નગરસેવકોને દાદ પણ ન દે તેમને પસંદ કરેલા અમુક વિસ્તાર છે જ્યાં તે એજન્સીને કામ કરવુ સહેલુ પડે છે કેમકે કામ વખતે ઝંઝટ ઓછી અને મરજી મુજબ કામ થાય (આમે ય આઉટસોર્સના મીત્રો જ કોર્પોરેશનમાંથી જોવા આવવાના ને….!!? અમુક લોકો એવી ચર્ચા કરે છે કે વિકાસ કામ ખર્ચ નગરની માંગ મુજબ નહી ચોક્કસ એજન્સીઓના હિત માટે થતા હોય છે કોને ખબર એમાં સાયલન્ટ પાર્ટનર કોણ કોણ હોય…?? આ તો સાંભળેલુ અમુકના મોઢે ) એટલે આવુ થયાની ચર્ચા છે ખરેખર શું હોય? તે તો બહાર ન જ આવે ને?? માટે સૌ કોર્પોરેટરોને તેમના વોર્ડના બાકિુદારોના ફીગર આપી નૈતિક જવાબદારી સમજાવી વસુલાત માટે મદદ માંગવી જોઇએ, એ અખતરો પણ કરી લેવાય….જો કે કોર્પોરેટરો મીલકત વેરાનુ કહેવા જાય તો મોટા ભાગે લોકો પાણી ગટર સ્ટ્રીટ લાઇટ ખાડા કચરા ગંદકી ઢોર વગેરે ની ફરીયાદ નહી કરે??
______________
લોકો મોંઘવારી-મંદી-બેરોજગારીમાં સપડાઇ છે મારા સાયબો…..!!!
વર્ષ ૨૦૨૦….૨૦૨૧….એમ વર્ષ તો દરેક વર્ગની કમ્મર કોરોનાએ ભાંગી નાંખી અને ૨૦૨૨ માં કઇક લેવલ પકડવાની શરૂઆત થવામાં જ હતી તો ૨૨…અને…૨૩ માં (૨૪…માં પણ) જુદા જુદા કારણોથી હંમેશની જેમ મોંઘવારી બેરોજગારી મંદી એ લોકોને ભારે ખરાબ અસર કરી આ માઠી અસરમાં પંચોતેર ટકા જેટલા પરીવાર બે ટંક ફુલ ડીશ જમે કે શિક્ષણ ખર્ચ કરે કે દવાખાના ખર્ચ કરે કે વ્યવહારીક ખર્ચ કરે કે લાઇટબીલ ફોનબીલ વાહન ઇંધણ કે લોના હપ્તા ……વગેરે….વગેરે….ક્યા ખર્ચ કરે તે મુસીબત વધવા પામી છે તેનો હજુ હલ નથી તો સરકારના વેરાઓની આવકને ફરક પડે એ દેખીતુ છે…….સામાજીક જીવનલોકશાહી શાસન ઢબ વગેરેમાં એક બીજા સાથે ઘણી બાબતોનાં તાણા વાણા હોય છે ચાલીસ ટકા બેરોજગારી (હજુ તો વધે છે)ના સમયમા લોકો નિયમીત વેરો ભરે કે પેટનો ખાડો ભરે?? કોર્પોરેશનની અધીકૃત યાદી (આ સાથે સામેલ છે)જ જણાવે છે કે સાઇઠ ટકા લોકોએ ટેક્સ ન ભર્યો…!! લે બોલ…..લોકોને શોખ નથી મીલકત વેરો બાકી રાખવાનો પણ સાંઇઠ સીતેર ટકાને મોંઘવારી મંદી બેરોજગારીમાંથી કળ નથી વળતી ને બાકી પચીસ ત્રીસ ટકા મનપાને દાદ નથી દેતા અને બુમા બુમ પણ વધુ કરે છે
_____________________
—-regards
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com





