KARJANVADODARA

કરજણ સામુહિક હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડમાં ડોક્ટરોની ગેરહાજરી જોવા મળી છે

જુઓ ઇમર્જન્સી ૧૦૮ એમ્બયુલેન્સ અકસ્માત ના દર્દીને સારવાર માટે આવતી ઇમર્જન્સી વોર્ડમાં કોઈ તબીબ મળ્યા નહિ.

નરેશપરમાર, કરજણ,

કરજણ સામુહિક હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડમાં ડોક્ટરોની ગેરહાજરી જોવા મળી છે

જુઓ ઇમર્જન્સી ૧૦૮ એમ્બયુલેન્સ અકસ્માત ના દર્દીને સારવાર માટે આવતી ઇમર્જન્સી વોર્ડમાં કોઈ તબીબ મળ્યા નહિ.

સૂત્રોની મળતી માહિતી મુજબ ગત રોજ બપોર ના સુમારે પાદરા તાલુકાના ઉસેપુર પાસે એક વયો વૃદ્ધ પોતાની મોટર સાઇકલ લઈને કરજણ તરફ આવતા અચાનક વયો વૃદ્ધ ને નિંદ્રા નું જોખું ચાલુ બાઇકે આવતા અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જાતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતાં. ઘટના સ્થળે જોવા આવેલા લોકોમાંથી એક જાગૃત નાગરિકે ઇમર્જન્સી ૧૦૮ એમ્બયુલેન્સ ને જાણ કરતા એમ્બયુલેન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તને નજીક ની હોસ્પિટલ કરજણ સામુહિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ આવતા કરજણ સામુહિક હોસ્પિટલ માં તબીબો તથા સ્ટાફ ની ગેરહાજરી જોવા મળી. ડોકટરો ની ગેર હાજરી જોવા મળતા ઈજાગ્રસ્ત ના સગાએ વિડીયો ઉતારી સોસીયલ મીડિયા માં વાઇરલ કર્યો વિડીયો માં સ્પષ્ટ પણે જણાઈ આવે છે કે ઇમર્જન્સી વોર્ડમાં કોઈ ડોક્ટર કે નર્સ દેખાતા નથી. દર્દીના સગાઓની બુમાબુમ થતા ડોક્ટરો તથા નર્સ દોડી આવ્યા. દર્દીની ટ્રીટમેન્ટ ચાલુ પણ કરી દીધી. પણ ડોક્ટરોએ નહિ હોસ્પિટલ માં કામ કરતા સફાઈ કામદારે તો સુ આ ટ્રીટમેન્ટ નું કામ સફાઈ કામદારનું છે? સુ કરજણ સામુહિક હોસ્પિટલ માં સફાઈ કામદારોને પણ નર્સિંગ ના કોર્સ શીખવાડે છે? કેટ્રેનિંગ આપવામાં આવી છે?સુ કરજણ સરકારી હોસ્પિટલ માં નર્શીગ હોમ એકેડમી ચાલુ કરી છે? તો ડોક્ટરો અને નર્સો નું કામ સુ છે ? સુ તેમને સરકારી મફતિયા પગાર લેવાના હોય છે? દર્દીને કોઈ અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ? ડોક્ટર કે સફાઈકામદાર કે પછી કોણ? કરજણ સરકારી હોસ્પિટલ ની ઘોર બેદરકારી સામે આવી છે. તો તંત્ર આ વાતને ધ્યાન પર લેવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.

 

Back to top button
error: Content is protected !!