BHARUCHNETRANG

શ્રી પ્રભાત સહકારી જીન વાલીયા માં સી.સી.આઈ ના કપાસનુ કાંટા મુહર્ત કરાયું….

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૩/૧૨/૨૦૨૪

 

શ્રી પ્રભાત સહકારી જીન વાલીયા માં સી.સી.આઈ ના કપાસનુ કાંટા મુહર્ત આજ રોજ તા ૦૩/૧૨/૨૦૨૪ થી શરૂ કરવામાં આવ્યું . રેગ્યુલર સર્વિસ ચાલુ છે. ખેડૂતો કપાસ નો ભાવ ૭૪૭૧ રેહશે જેમાં આઠ ટકા ભેજ નો ભાવ રેહશે. ખેડુતો એ ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવું જરૂરી જેમાં ૭/૧૨ અને ૮-અ ની નકલ તથા આધારકાર્ડ, કપાસ વાવેતર અંગે નો તલાટી નો દાખલો તથા ખેડૂત નો લાઈવ ફોટો આપવાનો રહેશે.

 

જેમાં એપીએમસી ના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહીડા તેમજ વાલીયા જીન ના પ્રમુખ રાકેશકુમાર સાયણીયા તથા ઉપપ્રમુખ ક્રિષ્નકુમાર મહીડા, એપીએમસી ના ડીરેકટર દિલીપસિંહ મહીડા તથા મહેન્દ્રભાઈ પટેલ સેકટરી સ્નેહલ સુણવા જીન નાં મેનેજર સંજયસિંહ મહીડા એપીએમસી ના ડીરેકટરો અને જીન નાં ડીરેકરો તથા સીસીઆઈ ના અધિકારી દિપક અહીરે  અધિકારી ઓ સાથે રહી મુહૂર્ત કરવામાં આવેલ હતું

Back to top button
error: Content is protected !!