GUJARATMEHSANAVIJAPUR

ગુજરાત ના મહાન ઓલિયા સરકાર શાહ એ આલમ બુખારી ના ઉર્ષની ઉજવણીની શરૂઆત રૂપે ચાંદ દેખાતા દરગાહ શરીફના સજ્જાદાનશીન દ્વારા લાડુનુ વિતરણ કરાયું

ગુજરાત ના મહાન ઓલિયા સરકાર શાહ એ આલમ બુખારી ના ઉર્ષની ઉજવણીની શરૂઆત રૂપે ચાંદ દેખાતા દરગાહ શરીફના સજ્જાદાનશીન દ્વારા લાડુનુ વિતરણ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત ના મહાન ઓલિયા હઝરત સૈયદ મોહમ્મદ સિરાજુદ્દીન મહેબૂબે બારી સરકાર શાહ એ આલમ બુખારી ર. અ ના ઊર્ષની શરૂઆત થતાં ચાંદ દેખાતા દરગાહ શરીફના ગાદીનશીનો સજ્જાદાનશીનો દ્વારા લાલ પહેરવેશ સાથે લાડુ નુ વિતરણ કરવામાં આવતું હોય છે. જેમાં હઝરત કુતબે આલમ શાહ એ આલમ ના આરામ ફરમાવતા ચોથી પાંચમી પેઢીના વંશ જ માંથી આવતા વિજાપુર ખાતે આવેલ હઝરત સૈયદ મેહમુદ શાહયા બુખારી લકબ સલાઉલ મુલ્ક બુખારી દરગાહ ના વંશજ અને શાહ એ આલમ દરગાહ શરીફના સજ્જાનશીન સૈયદ અબ્દે મુનાફ બુખારી બાવા સાબ તેમજ સૈયદ કાઝીમ બાવા દ્વારા દરગાહ શરીફ આવતા અકીદતમંદો ને ન્યાઝ શરીફ રૂપે લાડુ નુ વિતરણ હજારો કિલો લાડુ નુ વિતરણ કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમ મા તેમની સાથે મુજાહીદ બુખારી યાકુબ આલમ બુખારી મેહબૂબ બુખારી હાસીમ બુખારી તેમજ ખાનવાદે શાહયા ના કુટુંબી જનો તેમજ તેમના સાથે સાબિર બાપુ અન્ય અકીદતમંદ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૈયદ અબ્દે મુનાફ બુખારી બાવા સાબે દરગાહ શરીફ ખાતે દેશના નાગરીકો અને દરગાહ શરીફ મા આવતા અકીદત મંદો માટે સલામતી અને ખેરીયત તંદુરસ્તી માટે દુવા એ ખાસ કરવા મા આવી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!