ARAVALLIMODASA

BZ કૌભાંડ : અરવલ્લી જિલ્લામાં મોડાસામાં એજન્ટ શિક્ષકના નામે અનેક ચર્ચાઓ જામી લાખો રૂપિયા કમિશન મળતું હોવાની પણ ચર્ચાઓ, છતાં પડદો કેમ..? લોકોના અનેક સવાલ 

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

BZ કૌભાંડ : અરવલ્લી જિલ્લામાં મોડાસામાં એજન્ટ શિક્ષકના નામે અનેક ચર્ચાઓ જામી લાખો રૂપિયા કમિશન મળતું હોવાની પણ ચર્ચાઓ, છતાં પડદો કેમ..? લોકોના અનેક સવાલ

હાલ ચારેકોર BZ ગ્રુપ ના કારનામા ને લઈ ચર્ચાઓ નું બજાર ગરમ છે સીઆઇડી ક્રાઇમ ની ટિમ દ્વારા અલગ અલગ તબક્કે તપાસ નો દોર શરૂ રખાયો છે રોજ નવીનવી માહિતી તેમજ બજારો માં અનેક ચર્ચાઓ જોવા મળે છે

સાબરકાંઠાના ઝાલાનગરનો ભુપેન્દ્ર ઝાલાના એક પછી એક મહાકૌભાંડ બહાર આવવા લાગ્યા છે ભુપેન્દ્ર ઝાલા ની વધુ એક મિલકત મોડાસા ના સજાપુર ગામેથી મળી આવી વર્ષ 2023 માં સજાપુર ગામના સીમાડા માં કરોડો ની બે હેક્ટર જમીન ખરીદી હોવાના પુરાવા મળી આવ્યા છે ખાતા નં 378 માં સર્વે નં 182,183 માં ભુપેન્દ્ર પરબત ઝાલા ના નામે જમીન ખરીદાઈ છે ,રોકાણકારો દ્વારા ઊંચા વ્યાજ ની લાલચ માં નાણાં રોકાયા છે ત્યારે આ નાણાં માંથી કૌભાંડી એ આવી અનેક મિલકતો સાબરકાંઠા અરવલ્લી જિલ્લા માં ખરીદાઈ હોવાની ચર્ચાઓ થઇ રહી

અરવલ્લી સાબરકાંઠા માં સીઆઇડી ક્રાઇમ ની ટિમ દ્વારા તપાસ શરૂ કરાઇ છે ત્યારથી ભુપેન્દ્ર ઝાલા ભૂગર્ભ માં જતો રહ્યો છે એક તરફ એજન્ટ અને ઓફીસ ના કર્મચારી સહિત 7 ની સીઆઇડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે રોકાણકારો પણ સામે આવવા માં સંકોચ અનુભવી રહ્યા છે ત્યારે આખો મામલો બરાબર ગુચાયો છે

મળતી માહિતી મુજબ સાબરકાંઠામાં શિક્ષકો જ એજન્ટ હોવાનો મોટો ખુલાસો સામે આવ્યો છે શિક્ષકોએ જ એજન્ટ બની નિવૃત્ત શિક્ષકોનું બીઝેડમાં ફસાવ્યા હોવાની માહીતી સામે આવી છે જેમાં નિવૃત્ત શિક્ષકોને પીએફ સહિત મળેલા લાખો રૂપિયા પર પોસ્ટ-બેંક કરતા વધુ વળતરની લાલચ આપી એજન્ટ મારફતે રોકાણ કરાયું હોવાનું પણ સામે આવ્યું છે વડાલીના વકીલ અને નિવૃત શિક્ષકનું બીઝેડ ગ્રુપમાં ૨ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું છે જે એજન્ટ આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નરેશ કટારાએ રોકાણ કરાવ્યું હતુ જે અનુંસંધાને રોકાણકારે નામ જોગ એજન્ટ સામે CID ક્રાઇમ ગાંધીનગર ખાતે લેખતી અરજી કરી છે એજન્ટ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો નરેશ કટારા જે હાલ લાંબડીયાની દેમતી આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે જે માહિતી સામે આવી છે આ અનુસન્ધાને વકીલ અને નિવૃત શિક્ષક કમલેશ ચૌહાણે સીઆઈડી ક્રાઈમને લેખિત ફરિયાદ કરી છે

BZ ને લઇ રોજ અવનવી ચર્ચાઓ સાથે ફરી અરવલ્લી જિલ્લામાં પણ એજન્ટ તરીકે કામ કરતા એક શિક્ષકને નામે અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેમાં એજન્ટ શિક્ષકે બે તાલુકાના શિક્ષકોને મોટા પ્રમાણે રોકાણ કરાવ્યું હોવાની વાતો વહેતી થઇ છે એજન્ટ શિક્ષક ને મહિને લાખો રૂપિયા કમિશન મળતું હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે છતાં હજુ આ એજન્ટ શિક્ષક પરનો પડદો કેમ નથી ઉઠતો એના પણ અનેક સવાલો જિલ્લામાં ચર્ચાઈ રહ્યાં છે હાલ એ એજન્ટ ની તપાસ થાય તો મોડાસામાં રોકાણકારો નો મોટો બૉમ્બ ફૂટવાની સંભાવના સેવાઈ રહી છે બીજી કેટલીક કંપનીઓ જે રોકાણ કરતી હતી તેની વાતો પણ હવે વહેવા લાગી છે અને એકા એક કંપનીના બોર્ડ પણ ગાયબ થઇ ગયા છે ત્યારે હાલ તો જિલ્લામાં રોકાણકારો હલવાયા હોય તેવી સ્થતિ છે.

Back to top button
error: Content is protected !!