BHARUCHGUJARAT

વાલીયાના મેરા ગામની સીમમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 4.74 લાખ મુદ્દામાલ સાથે એક ઝબ્બે

સમીર પટેલ, ભરૂચ

વાલીયા તાલુકાના મેરા ગામની સીમમાં ખેતરના શેઢા ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની વાલીયા પોલીસને માહિતી મળી હતી.જેના આધારે પોલીસે માહિતીવાળા સ્થળ પરથી 2.69 લાખનો વિદેશી દારૂનો જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.જ્યારે એક અન્ય વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે.
વાલીયા પોલીસ મથકના પીઆઈ આર.સી.વસાવાએ તેમના વિસ્તારમાં દારૂ અને જુગારના કેસો શોધી કાઢવા સુચનાઓ આપી હતી.તે અનુસંધાને એ.એસ.આઇ. ચંદુભાઇ ગલાભાઇને માહિતી મળી હતી કે,મેરા ગામથી માંગરોલ તરફ જવાના રસ્તે મેરા ગામની સીમમા આવેલા પ્રવિણસિંહ જયસિંહ કરંબીયાના ખેતરના શેઢા ઉપર ઝાડી ઝાંખરામાં રમેશ માધુભાઇ વસાવા રહે મેરા ગામનાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંતાડી રાખ્યો છે અને તેને સગેવગે કરવાની પેરવી કરી રહ્યો છે.
આ માહિતી મળતા જ વાલીયા પોલીસે મેરા ગામની સીમમાં રેઇડ કરતા ખેતરમા એક ઇક્કો ગાડી નંબર- GJ-19-BJ-4482 સાથે અભેસિંગ ધનાભાઇ વસાવા પકડાઇ ગયો હતો.પોલીસે ઇક્કો ગાડીમાં તેમજ ખેતરના શેઢા ઉપર ઝાડી ઝાંખરાઓમાં તપાસ કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂની કંપની સીલ બંધ બોટલ ટીન નંગ-1512 મળી કુલ કિં.રૂ. 2,69,760 નો પ્રોહિ મુદ્દામાલ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.5,000 તથા ઇક્કો ગાડી કિ.રૂ.2,00, 000 મળી કુલ કિ.રૂ. 4,74,760 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે અન્ય એક ઈસમ રમેશ માધુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!