BANASKANTHAGUJARATPALANPUR

શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર તળેટી શક્તિ પરિક્રમા સંઘ સ્થાપના અભિયાન રથનું પાલનપુરમાં નંદ બંગલોઝ સોસાયટી ના રહીશો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

9 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

અંતર્ગત આજરોજ રવિવારે સવારે રથનું નંદ બંગલોઝ ભાગ -2 તથા કુબેરનગર ના રહીશો દ્વારા માતાજી ના રથનું પૂજા વિધિ વિધાન સાથે કુમકુમ તિલક અને આરતી કરીને માં જગદંબાના રથના વધામણા કરવામાં આવેલ જેમાં સોસાયટી ના તથા આજુબાજુની ધર્મપ્રેમી જનતા એ ઉમંગભેર માં જગદંબાના રથની પૂજા કરીને સાત્વિક ભાવના વ્યક્ત કરી ને પરિક્રમા અંગે ની ભાવના વ્યક્ત કરી હતી. આ અંગે ની માહિતી આપતાં અંબાજી ટ્રસ્ટ ના વહીવટી તંત્ર સાથે જોડાયેલા ચેતન જોષીએ જણાવ્યું હતું કે એક જ જન્મ માં એક સાથે 51 શક્તિ પીઠ ના દર્શન નો લ્હાવો લઈ શકાય તે માટે ગબ્બર પરિક્રમા માર્ગમાં દેવી સતી ના અંગો નાં આ 51 મંદિરો ની પ્રતિકૃતિ ની સ્થાપના માનનીય વડાપ્રધાનશ્રીનાં વરદ હસ્તે સને 2013 માં કરવામાં આવી હતી. અને આગામી ફેબ્રુઆરી માસમાં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સૌ માઈ ભક્તો ને પરિક્રમા કરવા ભાવ ભર્યું નિમંત્રણ છે

Back to top button
error: Content is protected !!