હાલોલ:કુમારશાળાના બાલકૃષિ વૈજ્ઞાનિકોને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના હસ્તે રોકડ પુરસ્કાર

રિપોર્ટર . કાદિર દાઢી.હાલોલ
તા.૯.૧૨.૨૦૨૪
કુમારશાળા હાલોલ દ્વારા તા :7 ડિસેમ્બર ના રોજ બેગલેસ ડે અંતર્ગત વિશ્વની પ્રથમ એવી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની ધો.6 થી 8 ના બાળકોની વિઝીટ કરાવવામા આવી હતી.ત્યાં રવિ કૃષિ મહોત્સવ 2024 નું આયોજન તાલુકા પંચાયત હાલોલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ હતું.જેનો લાભ કુમારશાળાના બાળકો એ પણ લીધો હતો.કુમારશાળા શાળાવિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ પરમારના માર્ગદર્શનમા તૈયાર કરેલ પ્રાકૃતિક કૃષિ નો સાયન્સ પ્રોજેક્ટ જિલ્લા કક્ષા માટે પસંદગી પામેલ હોઈ શાળાના બે વિદ્યાર્થીઓ ધો.5ના રિઝવાન અને ધો.6ના ખુશાલને સ્ટેજ પર પ્રાકૃતિક કૃષિ વિશે પોતાના વિચાર રજુ કરવા માટે તક મળી હતી.બન્ને વિદ્યાર્થીઓ હાજર તમામ ખેડૂત ગણ તેમજ કૃષિ નિષ્ણાંતો ને પોતાના સંબોધનથી પ્રભાવિત કર્યા હતા.બન્ને વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી તેમના સંબોધનથી પ્રભાવિત થઇ આ બન્ને વિદ્યાર્થીઓને ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.સી.કે.ટીમ્બાડિઆ ના હસ્તે 1500 રુ.પુરસ્કાર રૂપે આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.તાલુકા પંચાયત વહીવટ તંત્ર દ્વવારા વિદ્યાર્થીઓને સ્ટેજ પર તક આપવા બદલ શાળા પરિવાર તરફથી હાર્દિક આભાર માન્યો હતો.આ સાથે વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક કૃષિ ફાર્મસ તેમજ પ્રાકૃતિક કૃષિ ઉપયોગી વિવિધ બનાવટો જેવી કે જીવામૃત નિમાસ્ત્ર,બ્રહ્માસ્ત્ર,અગ્નિ અસ્ત્ર ,દશ પર્ણી અર્ક,વગેરે ની ઊંડાણપુવર્ક સમજ હાજર યુનિવર્સિટી ના સ્ટાફ પાસેથી મેળવી હતી સાથે વધુમા વધુ લોકો પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરાય તે માટે સ્વ પ્રતિજ્ઞા લીધી હતી.








