DAHODGUJARAT

દેવગઢ બારિયાના ચેનપુર ખાતે ખેડુત નિદર્શન કાર્યક્રમ યોજાયો

તા.૧૦.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

De. Bariya:દેવગઢ બારિયાના ચેનપુર ખાતે ખેડુત નિદર્શન કાર્યક્રમ યોજાયો

પરમ્પરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ખેતીવાડી વિભાગના માર્ગદર્શન અને સહયોગ થકી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામા આવેલ ચેનપુર ગામના પર્વતભાઇના ફાર્મ પર રવિ કૃષિ મહોત્સવ નિમિતે ૨ દિવસીય ખેડુત નિદર્શન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન પ્રાકૃતિક ખેતી અપનાવતા રૂવાબારી ગામના સુરેશભાઇ પગી સહિત અન્ય પ્રગતિશીલ ખેડુતોએ પોતાના તરફથી શાકભાજી તેમજ ફળપાકોનુ પણ નિદર્શન કરવા માટે સ્ટોલ ઉભા કર્યા હતા. જેમા પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે પકવેલ વિવિધ પ્રકારના રીંગણ, ટામેટા, પપૈયા, કેળા, મૂળા, મરચા, વાલોળ જેવા શાકભાજી અંગે રવિ કૃષિ કાર્યક્રમમા આવેલ ખેડુતોને પ્રાકૃતિક ખેતી વડે થતા ફાયદાઓ અંગે વિસ્તાર પુર્વક જાણકારી આપી હતી

Back to top button
error: Content is protected !!