MORBI:મોરબી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં પીવાના પાણીની સમસ્યા




MORBI:મોરબી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં પીવાના પાણીની સમસ્યા


નવ – નવ વર્ષ વિતી ગયા હોવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી

(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી જિલ્લા કક્ષાની સિવીલ હોસ્પિટલમાં દર્દીઓના એકસ-રે, અને સોનોગ્રાફી, ની સુવિધાઓ મળી રહે તેવા હેતુથી તા ૮-૩-૨૦૧૫ ના રોજ કચ્છ સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં આરોગ્ય મંત્રી નિતિનભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ હતું. પરંતુ નવ-નવ વર્ષ થવા છતાં ટ્રોમાં સેન્ટરમાં પીવાના પાણીની કોઈ જ સુવિધાઓ ઉપલબ્ધ નથી.જ્યારે સોનોગ્રાફી રીપોર્ટ કરાવ્યા પહેલા મીનીમમ દોઢ થી બે લીટર જેવું પાણી પીવાની ડોકટર સલાહ આપે છે. જેથી સોનોગ્રાફી રીપોર્ટ સ્પષ્ટ આવે. પણ ટ્રોમાં સેન્ટરમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી નાછુટકે ગરીબ દર્દીઓએ બહારથી ૧૦-૨૦ રૂપિયા ની પાણીની બોટલો મંગાવી પડી રહી છે. તો સીવીલ હોસ્પિટલ ના અધીક્ષક પીવાના પાણી માટે વોટરકુલર ફ્રીઝ તથા માટલું મુકાવી તાત્કાલિક વ્યવસ્થા ચાલુ કરાવે તેવી ગરીબ વર્ગના દર્દી ઓની માંગ છે





