ANANDANAND CITY / TALUKOGUJARAT

બોરસદના વાસણાની વ્રજ નમકીનના પેકિંગનો નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર,

બોરસદના વાસણાની વ્રજ નમકીનના પેકિંગનો નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર,

તાહિર મેમણ – આણંદ – 17/12/2024 – ફુડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ધારાની જોગવાઈના ભંગ બદલ 35 હજારનો દંડ કરાયો
આણંદ આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બોરસદ તાલુકાના વાસણામાં કાર્યરત વ્રજ નમકીન ઉત્પાદક પેઢીના નમૂના પૃથ્થકરણ માટે રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં ખાદ્યચીજ પેકિંગમાં ફસઈ લાયસન્સ નંબરનો લેબર પર ઉલ્લેખ કરેલ ન હોવાથી આ નમૂના મીસ બ્રાન્ડેડ જાહેર થયા હતા. આ અંગે ફુટ સેફટી તંત્ર દ્વારા ઉત્પાદક પેઢી પાસે જરૂરી આધાર પુરાવા તથા લેખિત દલીલો સાથે હાજર રહેવા જણાવ્યું હતું. પરંતુ ત્રણ નોટિસ આપવા છતાં વેન્ડર તથા ઉત્પાદક પેઢીના જવાબદારો ગેરહાજર રહ્યા હતા.

ફુડ સેફ્ટી ઓફિસરની રજૂઆતના આધારે એડજ્યુડીકેટીંગ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈએ ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ ધારાની કલમ 52 હેઠળ પ્રજ્ઞેશભાઈ ઠક્કર (વેન્ડર અને ઉત્પાદક પેઢીના નોમીની)ને રૂપિયા 10 હજાર તથા ઉત્પાદક પેઢી વ્રજ નમકીન એલ.એલ.પીને રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો હોવાનું ફુડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!