TANKARA ટંકારાના લજાઈ ગામે મોરબીમાં મારી પાછળ કેમ આંટા મારે છે’ તેમ કહી ડોક્ટર કિલિનિકમા એક શખ્શે મચાવ્યો આતંક: કારમાં નુકસાન કર્યું

TANKARA ટંકારાના લજાઈ ગામે મોરબીમાં મારી પાછળ કેમ આંટા મારે છે’ તેમ કહી ડોક્ટર કિલિનિકમા એક શખ્શે મચાવ્યો આતંક.: કારમાં નુકસાન કર્યું
ટંકારાના લજાઈ ગામે રહેતા અમૃતભાઈ વાલજીભાઈ કોટડીયા ઉવ.૬૩ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી નરેશભાઈ જયંતીભાઈ કોટડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૧૭/૧૨ ના રોજ ફરિયાદી અમૃતભાઈ લજાઈ ગામે ડોકટર પ્રફુલભાઈ કાનજીભાઈ પરમારના આઇ ખોડલ ક્રુપા ક્લીનીકમા બેઠા હતા ત્યારે ક્લીનીકની સામે રહેતા આરોપી નરેશભાઈ જયંતીભાઈ કોટડીયાએ ક્લીનીકના પાછળના દરવાજાથી આવી ડોકટર સાહેબને કહેવા લાગેલ કે, ‘કેમ તુ મારી પાછળ મોરબીમા આટા મારતો હતો’ તેમ કહિ ડોકટર સાહેબ સાથે ઝગડો કરવા લાગતા ફરીયાદીએ ઝગડો કરવાની ના પાડતા આરોપી એકદમ ઉશેકરાઇ જઈ ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી અમૃતભાઈને પછાડી દઈ ઘરેથી એક પાવડો લઈ આવી અમૃતભાઈના દિકરા જયદિપને અને ભત્રીજા જીતેન્દ્રભાઈને માર મારી મુંઢ ઇજા કરી તથા ક્લીનીક બહાર પડેલ ડૉકટર સાહેબની સ્વીફટ ગાડી રજી.નં- જીજે-૩૨-કે-૪૮૯૫ નો પાછળનો કાંચ તોડી નુકશાન કરી તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નરેશભાઈ ચાલ્યો ગયો હોય, ત્યારે સમગ્ર બનાવ મામલે ટંકારા પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.







