ARAVALLIMODASA

31 ડિસેમ્બર પહેલા જ શામળાજી અણસોલ ચેકપોસ્ટ પરથી 26 લાખથી વધુ કિંમતનો દારૂ ઝડપાયો : અન્ય મુદ્દામાલ સાથે 1 કરોડ 58 લાખ થી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

31 ડિસેમ્બર પહેલા જ શામળાજી અણસોલ ચેકપોસ્ટ પરથી 26 લાખથી વધુ કિંમતનો દારૂ ઝડપાયો : અન્ય મુદ્દામાલ સાથે 1 કરોડ 58 લાખ થી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

શામળાજી પોલીસે ટાટા કંપનીની ટ્રક ગાડી નંબર. HR-55AP-7386 નીમાં લાકડાના અલગ અલગ બોક્ષમાં ભરેલ બેટરીયો તેમજ ટાયરો આડમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ- ૨૬૮ કુલ બોટલ/ક્વાટર નંગ-૭૪૨૨ કુલ કિ.રૂ.૨૬,૦૪,૧૯૮/-નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમાં વપરાયેલ ટાટા કંપનીની ટ્રક ગાડી તેમજ અન્ય મુદ્દામાલ મળી કૂલ કિંમત રૂપીયા કિં.રૂ. ૧,૫૮,૭૭,૧૯૮/-નો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી હતી

31ડિસેમ્બર ના ગણતરીના દિવસો બાકી છે અને દારૂની રેલમછેલ અટકાવવા વિવિધ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા શંકાસ્પદ વાહનોનું સઘન ચેકીગ રાખવા તથા બાતમીદારો રાખી માહીતી મેળવી વિદેશીદારૂની હેરાફેરીના કેસો શોધી કાઢવા સારૂ સુચનાઓ આપવામાં આવેલ

જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર  કે.ડી.ડીંડોર નાઓ તથા પો.સબ.ઈન્સ જી.આર.ચૌધરી તથા પો.સબ.ઇન્સ એન.એસ.બારાનાઓ શામળાજી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે અણસોલ પોલીસ ચેક પોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે સારૂ રાજસ્થાન તરફથી આવતા શકમંદ નાના તેમજ મોટા વાહનોનું ચેકીંગ કરતા હતા તે દરમ્યાન એક ટાટા કંપનીની ટ્રક ગાડી નંબર.HR- 55AP-7386 ની આવતા નાકા બંધી કરી ટ્રક ગાડી રોકી લઇ તેમાં ઝીણવટભરી તપાસ કરતાં લાકડાના અલગ અલગ બોક્ષમાં ભરેલ બેટરીયો તેમજ ટાયરો હોય જે સામાન હટાવી તપાસ કરતા લાકડાના અલગ અલગ બોક્ષમાં ભરેલ બેટરીયો તેમજ ટાયરો આડમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ- ૨૬૮ કુલ બોટલ/કક્વાટર નંગ-૭૪૨૨ કુલ કિ.રૂ.૨૬,૦૪,૧૯૮/-નો પ્રોહી મુદ્દામાલ તથા તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૪,૦૦૦/- તથા ટાટા કંપનીની ટ્રક ગાડી નંબર.HR-55-AP-7386 ની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- તથા ટ્રક ગાડીમાં ભરેલ બેટરી તથા ટાયર તથા કુલન્ટ ઓઇલ તથા અન્ય કાર્ટુન મળી કુલ કિ.રૂ.૧,૨૪,૬૯,૦૦૦/- તથા બિલ્ટી કિ.રૂ 00/00 ની મળી કુલ કિ.રૂ.૧,૫૮,૭૭,૧૯૮/- નો લઇ આવી મુદામાલ કબ્જે કરી ટ્રક ગાડી ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ :

(૧) ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ- ૨૬૮ કુલ બોટલ/ક્વાટર નંગ-૭૪૨૨ કુલ કિ.રૂ.૨૬,૦૪,૧૯૮/-નો

(૨) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૪,૦૦૦/-

(૩) ટાટા કંપનીની ટ્રક ગાડી નંબર.HR-55-AP-7386 ની કિ.રૂ.૮,૦૦,૦૦૦/

(૪) બેટરી તથા ટાયર તથા ફુલન્ટ ઓઇલ તથા અન્ય કાર્ટુન મળી કુલ કિ.રૂ.૧,૨૪,૬૯,૦૦૦/

(૫) સામાનની બિલ્ટી કિ.રૂ.૦૦/૦૦

પકડાયેલ આરોપી :

(૧) સતપાલ સ/ઓ પ્રભાતિસિંહ રામનારાયણ જાતે.યાદવ ઉ.વ.૪૦ રહે.ડુમ્હેડા પો.સ્ટ લાડપુર તા.કોટકાસીમ જિ.અલવર રાજસ્થાન થાના કોટકાસીમ

Back to top button
error: Content is protected !!