રાજ્યમાં કુદરતી ખેતી વિશેની જાગૃતતા માટે પ્રા.શાળાના શિક્ષકે કુદરતી ખેતી પુસ્તક લખી ખેડૂતોને અર્પણ કરી.

તારીખ ૧૯/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પ્રાથમિક શાળાના શિક્ષકો સરકારનો જમણો હાથ કહી શકાય જનસમુદાયને સ્પર્શતી સરકારી સેવાઓમાં શિક્ષકોનો સવિશેષ ફાળો હોય છે. પંચમહાલ જિલ્લાની ટીંબાગામ પ્રાથમિક શાળાના શિક્ષક રઘુભાઈ એસ.ભરવાડ જેમને કુદરતી ખેતીની વિસ્તૃત માહિતી ટૂંકસારમાં મળી શકે તેવા પુસ્તકનું લેખન સંપાદન કર્યું છે. આ પુસ્તકનું વિમોચન પંચમહાલ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પદાધિકારીઓ અને અધિકારી ગણ જેમાં ગોધરા તાલુકાના ધારાસભ્ય સી.કે રાઉલજી, હડફ મોરવાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પંચમહાલ જિલ્લા પ્રમુખ રણુકાબેન ડાયરા,શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ બી પરમાર, ગોપાલભાઈ પટેલ પ્રચાર્ય બી.પી. ગઢવી પંચમહાલ dpeo ગાયત્રીબેન પટેલ, પંચમહાલ જિલ્લા શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘના પ્રમુખ,મંત્રી અને તમામ હોદ્દેદારો તથા સિનિયર લેક્ચર ઉમેશભાઈ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું
કુદરતી ખેતી પુસ્તકના લેખક રઘુભાઈએ દેશભરના કુદરતી ખેતી કરતા સફળ ખેડૂતોના અનુભવ, આપણા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા લખાયેલ પ્રાકૃતિક કૃષિનો ઊંડો અભ્યાસ કરી તથા સુભાષ પાલેકરજીના સાહિત્યમાંથી પ્રેરણા લઈ ખેડૂતોને પ્રાથમિક તબક્કે કુદરતી ખેતી કરવા સજજ કરતાં સાર રૂપ પુસ્તકનું નિર્માણ કર્યું છે. આ પુસ્તક તૈયાર કરવા પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડનાર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સિનિયર લેકચરર ઉમેશભાઈ ચૌહાણ તથા ટીંબા ગામ પ્રાથમિક શાળાના આચાર્ય સતીશકુમાર પ્રજાપતિ તથા તમામ શિક્ષક મિત્રોની વિશેષ મદદ અને સહયોગથી પુસ્તક નિર્માણ કરવામાં આવ્યું. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ગત વર્ષે જિલ્લા માંથી રાજ્યકક્ષાએ પ્રોજેક્ટર રજૂ કરનાર ટીંબા ગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક શૈલેષકુમાર એસ. પટેલનું સન્માન કરવામાં આવ્યું. તમામ મહાનુભવો દ્વારા રાજ્ય કક્ષાએ ગયેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા.






