GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં એલ કે એસ ક્રિકેટ પ્રીમિયર લીગ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌથી મોંઘો પ્લયર બન્યો યસ ભગદેવ,

સ્પોન્સર દ્વારા 72 ખેલાડીઓ લેવામાં આવ્યા સૌથી ઉંચી બોલી 45 લાખ માં યશ ભગદેવને આકાશ ઇલેવન દ્વારા ખરીદવામાં આવ્યો

કેશોદમાં આગામી 29 ડિસેમ્બરના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલું છે જેના અનુસંધાને છ ટીમ બનાવવામાં આવી છે આજરોજ છ સ્પોન્સર સાંગાણી ઇલેવન, ક્રિષ્ના સ્કૂલ ઇલેવન, આકાશ ઇલેવન, ઝીબા ટાઈગર તથા જોગી જલિયાણ દ્વારા થયેલ ઓકશનમાં 109 ખેલાડીઓને પસંદ કરવા માટે ઓકશન રાખવામાં આવેલ હતું જેમાંથી એક ટીમમાં 12 ખેલાડીઓ લેવાના હતા કુલ 72 ખેલાડીઓનું ઓકશન થયેલ હતું જેમાં સૌથી વધારે 45 લાખમાં યસ ભગદેવ વહેંચાયેલ જ્યારે બીજા સ્થાને 43 લાખમાં ધ્રુવ વિઠલાણી વેચાયો હતો કેશોદમાં આ પ્રકાર ની ટુર્નામેન્ટ પ્રથમવાર યોજાય રહી છે ત્યારે રમત પ્રેમીઓ માટે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે આ ટુર્નમેન્ટમાં ઇનામો પણ ઘણા રાખવામાં આવેલ છે ક્રાંતિ સેના નાં પ્રમુખ ડો સ્નેહલ તન્ના નાં જણાવ્યા મુજબ આ ટુર્નમેન્ટમાં બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, પ્લેયર ઓફ ટુર્નામેન્ટ, બેસ્ટ ફિલ્ડર વગેરે માટે શિલ્ડ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!