GUJARATKHERGAMNAVSARI

ખેરગામ તાલુકાનાં વાડ ગામે ચકલી પોપટ નો જુગાર :રૂ. ૫૨૪૫૦ નાં મુદ્દામાલ સાથે ૪ જુગારીયા ની ધરપકડ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ, ખેરગામ તાલુકાનાં વાડ ગામે કોળીવાડ, ક્રિકેટ મેદાન નજીક ખુલ્લા માં શુક્રવાર નાં પ્રારંભે મધ્યરાત્રી એ ચકલી પોપટ નાં જુગાર ઉપર પોલીસે છાપો માર્યો હતો. જેમાં રૂ.૫૨૪૫૦ નાં મુદ્દામાલ સાથે ૦૪ જુગારીયા ની ધરપકડ કરતા ચકચાર મચી હતી.
ખેરગામ પોલીસે બાતમી આધારે વાડ ગામે કોળીવાડ, ક્રિકેટ મેદાન નજીક ખુલ્લા માં ચકલી પોપટ નાં જુગાર ઉપર પોલીસે છાપો માર્યો હતો. જેમાં ચાર્જેબલ લાઈટ નાં અજવાળે ચકલી પોપટ નાં ચિત્ર ઉપર જુગાર દાવ ઉપર નાં રૂ.૯૪૦, અંગ જડતી નાં રૂ.૧૧૪૧૦, તેમજ રૂ.૪૦ હજાર ની એક્ટિવા મોપેડ નં. જીજે ૨૧ ડીએ ૬૩૮૭, બે ટોર્ચ કિં રૂ.૧૦૦ મળી કુલ રૂ. ૫૨૪૫૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને જુગરીયા આરોપી વિવેકસાગર રમેશ પટેલ (૩૪) રહે. રાંધા ફળીયા, જીગ્નેશ અમરત પટેલ (૩૧) રહે. જામનપાડા, ગવળા ફળીયા, અનિલ બાબુ હળપતિ (૩૫) રહે. નવાનગર અને વિનય ઈશ્વર હળપતિ (૨૩) રહે. વાડ રાંધા ફળીયા, ખેરગામની ધરપકડ કરી હતી.ખેરગામ પીએસઆઈ એમબી ગામીત વધુ તપાસ કરી રહ્યાં છે.

Back to top button
error: Content is protected !!