GUJARATJUNAGADHKESHOD

કેશોદ : બાબાસાહેબ પરના અમિત શાહના વિવાદિત નિવેદન પર કેશોદમાં વિરોધ, આવેદનપત્ર આપ્યું

કેશોદ : બાબાસાહેબ પરના અમિત શાહના વિવાદિત નિવેદન પર કેશોદમાં વિરોધ, આવેદનપત્ર આપ્યું

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બાબાસાહેબ આંબેડકરને લઈને આપેલા વિવાદિત નિવેદનનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. જેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે.ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે.જૂનાગઢના કેશોદમાં સમસ્ત અનુ.જાતી સમાજ દ્વારા વિરોધ નોંધાવી સૂત્રોચાર સાથે ડેપ્યુટી ક્લેટકર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનાં વિવાદિત નિવેદન બાદ દેશમાં ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન જૂનાગઢના કેશોદમાં પણ તેનાં પડઘા પડ્યા છે અને સમસ્ત અનુ.જાતી સમાજ દ્વારા કેશોદના આંબેડકર ચોક ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે બાબા સાહેબ ના ફોટા સાથે સૂત્રોચાર કરી અમિત શાહને તેમના પદ પરથી દરખાસ્ત કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!