GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં કિશાન ક્રેડીટ કાર્ડ ધિરાણના દર અંગેની બેઠક યોજાઈ

તા.૨૧/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. દ્વારા જિલ્લામાં વિવિધ પાકોના દર નક્કી કરવા અંગે કલેકટર કચેરી ખાતે રાજકોટ કલેક્ટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં રાજકોટ જિલ્લાની ડિસ્ટ્રીકટ લેવલ ટેકનીકલ કમીટીએ કિશાન ક્રેડીટ કાર્ડ (કે.સી.સી.) ધિરાણના દર નક્કી કરવા અને સ્ટેટ લેવલ ટેકનીકલ કમીટીને ભલામણ કરવા માટેની મીટીંગમાં સૂચવવાના દર અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ખરીફ પાક, રવિ પાક, ઉનાળુ પાક, પશુપાલન, પોટ્રી, મસ્ત્ય ઉદ્યોગ સહિતના દરની વિગતો રજુ કરાઈ હતી. આ તકે લીડીંગ બેકના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલ, લીડ બેંકના ચેરમેન કે. એલ. બિશ્વાસ, નાબાર્ડના ડિસ્ટ્રીક ડેવલપમેન્ટ મેનેજર શ્રી ધર્મેન્દ્ર ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા




