ભરૂચ જિલ્લા બહુજન સમાજના લોકોએ દેશના ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ડો બાબાસાહેબ આંબેડકર માટે આપેલા વિવાદિત નિવેદન બાદ સમગ્ર દેશમાં લોકોમાં આક્રોશ ફેલાયો છે.જેના વીરોધમાં સોમવારના મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઇને આવેદનપત્ર આપ્યું હતું.

સમીર પટેલ, ભરૂચ

ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આંબેડકર… આંબેડકર….આંબેડકર બોલવું એક ફેશન બની ગઈ છે તથા આંબેડકરનાં નામની જગ્યાએ ભગવાનનું નામ લેતા તો સ્વર્ગમાં સ્થાન મળી ગયું હોવાનું એક વિવાદિત નિવેદન આપતા સમગ્ર દેશમાં તેમના વિરોધમાં અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે સોમવારના રોજ પણ બહુજન સમાજના લોકોએ ઈન્સાફના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને સુત્રોચ્ચાર કરીને જણાવ્યું હતું કે, સંઘ વિચારધારાની સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી સંવિધાનનો વિરોધ તથા મનુસ્મૃતિને ફરી પ્રસ્થાપિત કરવાનાં ષડયંત્ર રચી આગળ વધી રહ્યા છે. જેનાં પગલે સંસદમાં ગૃહમંત્રી દ્વારા ડાૅ.બાબાસાહેબ આંબેડકરનું શરમજનક અપમાનિત કરી હાંસી ઉડાવી છે.જે માટે ભારત ભરમાં આક્રોશ સાથે વિરોધ ઉઠયો છે. આ પ્રસંગે ગુજરાત પ્રમુખ ઈન્સાફ જીવરાજ મકવાણા,મહાસચિવ ઈન્સાફ ગુજરાતવિનય સોલંકી, રાષ્ટ્રીય અધ્યક્ષ બી એમ જીના જે.વી.પરમાર, ભરૂચના ઈન્સાફ પ્રમુખ અશોક મકવાણા અને ભરૂચ ઇન્સાફના ઊપ પ્રમુખ જયંતિ સુતરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.